Maharashtra Farmers Protest : લોંગ માર્ચમાં ખેડૂતનું મોત, એકનાથ શિંદે પરિવારને આપશે 5 લાખનું વળતર
Maharashtra Farmers Protest : નાસિક-મુંબઈ વચ્ચે 175 કિલોમીટર લાંબી કૂચમાં ભાગ લેનારી કેટલીક મહિલાઓ સહિત ઓછામાં ઓછા 40 ખેડૂતો બીમાર પડ્યા હતા. જેમાંથી એક ખેડૂતનું મોત થયું હતું.
Maharashtra Farmers Protest : મહારાષ્ટ્રમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. લોંગ માર્ચમાં જોડાયેલા 55 વર્ષના ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતક ખેડૂતના પરિવાજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતક ખેડૂતની ઓળખ પુંડલિક અંબાદાસ જાદવ તરીકે થઇ છે. આ ખેડૂત નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના માહુદી ગામના રહેવાસી છે.

મળતી માહિતી મુજબ શુક્રવારની બપોરે પુંડલિક જાદવની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડૉક્ટર્સે તેમને દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ જાદવે એવું કહીને હોસ્પિટલમાં દાખલ થવાનો ઇન્કાર કર્યો હતો કે, તે હવે સારું અનુભવી રહ્યો છે અને હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે ગયો હતો. જે બાદ રાત્રે 8.00 વાગ્યાના સુમારે જાદવને ફરીથી તકલીફ થવા લાગી હતી અને ઉલ્ટીઓ પણ થવા લાગી હતી. તબિયત ખરાબ હોવાને કારણે જાદવને રાત્રે ફરી એકવાર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
12 માર્ચના રોજ શરૂ કરાઇ હતી પદયાત્રા
ખેડૂતોએ 12 માર્ચે નાસિકના ડિંડોરી શહેરથી મુંબઈ સુધીની પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં 15 હજારથી વધુ ખેડૂતો જોડાયા હતા. તેમાં મહિલાઓ પણ હતી. નાસિક-મુંબઈ વચ્ચે 175 કિલોમીટર લાંબી કૂચમાં ભાગ લેનાર કેટલીક મહિલાઓ સહિત ઓછામાં ઓછા 40 ખેડૂતો બીમાર પડ્યા હતા.
આ માર્ચમાં ભાગ લેનાર ખેડૂતોની માંગ હતી કે, તેઓ ડુંગળી પર MSP જોઈએ. આ ઉપરાંત ખેડૂતો માટે વીજળી બિલ માફી, જંગલ જમીનના હક્કો અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર તેમની મુખ્ય માંગણીઓ હતી. જોકે, સરકારે ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. ખેડૂતોએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ 14 માંગણીઓ મૂકી હતી.












Click it and Unblock the Notifications
