Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં બીજેપીને મોટો ઝટકો, પુર્વ ધારાસભ્ય હર્ષવર્ધન પાટીલ એનસીપીમાં જોડાયા
Maharashtra Assmly Elections 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ બીજેપી માટે મુશ્કેલીઓ વધી રહી છે. સતત મોટી થઈ રહેલી શરદ પવારની એનસીપીમાં વધુ એક બીજેપીના મોટા નેતા જોડાયા છે.
ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે તેમ છે ત્યારે રાજ્યના બીજેપીના મોટા નેતા અને પુર્વ ધારાસભ્ય હર્ષવર્ધન પાટીલ તેમના સમર્થકો સાથે એનસીપીમાં સામેલ થયા છે.

હર્ષવર્ધન પાટીલ 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટુ નામ છે. એનસીપીમાં સામેલ થવુ બીજેપી માટે મોટો ઝટકો મનાય છે.
પશ્ચિમ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષવર્ધન પાટીલ તેમના સમર્થકો પણ શરદ પવારની એનસીપીમાં સામેલ થયા છે અને અહેવાલો છે કે આગામી દિવસોમાં હજુ મોટી સંખ્યામાં નેતાઓ મહા વિકાસ અઘાડીમાં સામેલ થઈ શકે છે.
સમાચારો અનુસાર, હર્ષવર્ધન પાટીલ આગામી ચૂંટણીમાં ઈન્દાપુર મતવિસ્તારથી ચૂંટણી લડવા માંગતા હતા, આ બેઠક પરથી તેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે હાલમાં આ સીટ એનસીપીના દત્તાત્રેય ભરણે પાસે છે, જે ભાજપ ગઠબંધનનો ભાગ છે અને અજિત પવારે આ બેઠક પરથી ભરનેને ટિકિટ આપવાની જાહેરાત કરી છે.
આ સ્થિતિમાં હર્ષવર્ધન માટે ભાજપ તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડવી અશક્ય હતી. આ જ કારણ છે કે પાટીલ ભાજપ છોડીને એનસીપીમાં સામેલ થયા છે. હવે સરદ પવાર પાટીલને ઈન્દાપુર સીટથી મહાયુતિ ગઠબંધન સામે ઉમેદવાર બનાવી શકે છે.
મીડિયા સાથે વાત કરતા પાટીલે કહ્યું કે, તેમણે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના રાજકીય ભવિષ્ય વિશે વિગતવાર ચર્ચા કરી છે. અઢી કલાક ચાલેલી બેઠકમાં પાટિલની પાર્ટીમાં સ્થિતિ અને તેમની ઉમેદવારી માટેના સંભવિત વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
જો કે, ફડણવીસે પાટીલ સમક્ષ વૈકલ્પિક વિકલ્પનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેને પાટીલના સમર્થકોએ નકારી કાઢ્યો હતો. પોતાના સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ પાટીલે એનસીપી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
