મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે દિવાળી માટે જારી કરી ગાઈડલાઈન, ફટાકડા ન ફોડવાની કરી અપીલ

મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. એસઓપી/ગાઈડલાઈનમાં મહારાષ્ટ્ર સરકારે અપીલ કરી છે કે કોરોના વાયરસને જોતા દિવાળી પર ફટાકડા કોઈએ ન ફોડવા, આનાથી કોવિડ-19ના દર્દીઓને મુશ્કેલી થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ છે કે ફટાકડા ફોડવાથી વાયુ પ્રદૂષણ પણ વધશે. તેમણે કહ્યુ કે જો રાજ્યમાં વાયુ પ્રદૂષણ વધશે તો કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થશે અને ઈલાજમાં અડચણ આવી શકે છે. માટે આ વર્ષે દિવાળી પર બધાએ ફટાકડા ફોડવાનુ ટાળવુ જોઈએ.

uddhdhav

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી દિવાળી ઉત્સવ 2020 વિશે દિશા નિર્દશ જારી કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે રાજ્યના લોકોને અપીલ છે કે તમે દિવાળી સાદગી સાથે ઘરમાં મનાવો. કોરોના કાળમાં જેમ બાકીના ઉત્સવ મનાવ્યા એવી જ રીતે દિવાળી પણ મનાવવામાં આવે. સરકારે કહ્યુ છે કે કોવિડ-19 સંક્રમિત દર્દીઓને વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. એવામાં જો દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે તો વાયુ પ્રદૂષણ વધશે અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સરકારે ફટાકડાની જગ્યાએ વધુને વધુ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. સરકારે એ પણ અપીલ કરી છે કે રાજ્યમાં સાર્વજનિક કાર્યક્રમની જગ્યાએ રક્તદાન શિબિર અને અન્ય મેડિકલ કેમ્પનુ આયોજન કરો. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ સંક્રમિતની સંખ્યા 17 લાખને પાર જતી રહી છે. રાજ્યમાં કોરોનાના 17,03,444 કેસ છે અને 44 હજાર 804 લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 106519 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X