For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યુ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ગૃહમાં બહુમતી સાબિત કરવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ગૃહમાં બહુમતી સાબિત કરવા કહ્યુ છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને 30 જૂને સાંજે 5 વાગ્યે બહુમત સાબિત કરવા કહ્યુ છે. વળી, રાજ્યપાલે ગૃહની કાર્યવાહીનુ વીડિયો રેકોર્ડિંગ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાજ્યપાલને મળ્યા હતા અને કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે સરકાર લઘુમતીમાં છે. જે બાદ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમતી સાબિત કરવા કહ્યુ છે.

Uddhav Thackray

રાજ્યપાલે કહ્યુ કે, 'ગૃહની કાર્યવાહી 30 જૂને યોજાશે અને તેનો એકમાત્ર એજન્ડા ફ્લોર ટેસ્ટ હશે. હાલમાં રાજ્યમાં રાજકીય સ્થિતિનુ ચિત્ર સારુ નથી. 39 ધારાસભ્યોએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર આવવા માંગે છે અને તેમનુ સમર્થન પાછુ ખેંચે છે. વિપક્ષના નેતા પણ મને મળ્યા અને પરિસ્થિતિ સમજાવી અને ફ્લોર ટેસ્ટ કરાવવા કહ્યુ.'

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી શિવસેનાના ડઝનબંધ બળવાખોર ધારાસભ્યો પહેલા ગુજરાતના સુરત ગયા હતા અને પછી આસામના ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા હતા. આ ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા ગણાવ્યા છે અને તેમના નેતૃત્વમાં તેઓ મહાવિકાસ અઘાડીની સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ ધારાસભ્યો ઈચ્છે છે કે શિવસેના કોંગ્રેસ અને એનસીપી છોડીને ભાજપ સાથે સરકાર બનાવે.

જો કે પહેલા ઉદ્ધવ ઠાકરેએ ભાવનાત્મક અપીલ દ્વારા મુખ્ય પ્રધાનની ખુરશી છોડવાનો પ્રસ્તાવ મૂક્યો. પછી મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડ્યુ પરંતુ આ પછી પણ જ્યારે બળવાખોર ધારાસભ્યો સંમત ન થયા ત્યારે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને 16 ધારાસભ્યોની માન્યતા રદ કરવા જણાવ્યુ. જે બાદ ડેપ્યુટી સ્પીકરે આ ધારાસભ્યોને નોટિસ પાઠવીને 27 જૂન સુધીમાં બહુમત સાબિત કરવા કહ્યુ હતુ પરંતુ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે આ ધારાસભ્યોને 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

English summary
Maharashtra governor Bhagat Singh Koshiyari asks Uddhav Thackray to prove his majority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X