મહારાષ્ટ્રમાં રાજકીય નાટકનો અંત! ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું
મહારાષ્ટ્રમાં રાજકીય નાટકનો અંત! ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારથી જ રાજકીય નાટક ચાલી રહ્યું હતું. કોઈપણ પાર્ટી સ્પષ્ટ બહુમત હાંસલ ન કરી શકી હોવાથી મામલો ભારે ગુંચવાયો હતો. શિવસેના અને ભાજપ ગઠબંધનમાં સંયુક્ત રીતે ચૂંટણી લડ્યા હતા ત્યારે શિવસેનાએ 50-50ની ડીલ કરવાની જીદ મૂકવા તૈયાર નથી અને બીજી તરફ ભાજપ પણ મુખ્યમંત્રી પદ શેર કરવા માટે બિલકુલ તૈયાર નથી ત્યારે મામલો ભારે અટવાયો હતો. અનેક નાટકો બાદ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે સએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આજે 9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકાળનો છેલ્લો દિવસ હતો, ત્યારે હજુ સુધી નવી સરકાર રચાણી નથી. જો કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ભાજપના દેવેન્દ્ર ફડણવીસને સોમવારે સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખીય છે કે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાને પોતાના ધારાસભ્યો પક્ષ પલટો કરે તેવો ડર સતાવી રહ્યો છે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને એકજુટ રાખવા માટે મુંબઈની એક હોટલમાં રાખ્યા છે. ભાજપ ધારાસભ્યોની ખરીદ-ફરોખ્ત કરતું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. આરોપ મુજબ ભાજપે 25-50 કરોડ રૂપિયાની ઑફર આપી હતી.
Maharashtra Governor Bhagat Singh Koshyari has invited the single largest party BJP to form the government pic.twitter.com/VnIXuzjr22
— ANI (@ANI) November 9, 2019
ચૂંટણી પેલા ગઠબંધન કરનાર ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદની અઢી-અઢી વર્ષની વહેંચણી પર સહમતિ નહોતી બની શકી. રાજ્યની 13મી વિધાનસભાનો કાર્યકાળ આજે 9 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા મહિને સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં એકેય પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપને સૌથી વધુ 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ પર જીત હાંસલ થઈ છે. ચૂંટણી પહેલા ગઠબંધન કરી ચૂંટણી લડેલ ભાજપ અને શિવસેનાને કુલ મળી 161 સીટ પર જીત હાંસલ થઈ છે.












Click it and Unblock the Notifications
