For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા

વિશેષ સત્ર પહેલા આજે સવારે જ્યારે અજિત પવાર વિધાનસભા પહોંત્યા તો ત્યાં પહેલેથી હાજર એનસીપી નેતા સુપ્રિયા સૂલેએ ગળે લગાવીને તેમનુ સ્વાગત કર્યુ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર શરૂ થઈ ગયુ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. હવે બધા ધારાસભ્યોના શપથ લેવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ફડણવીસ બાદ છગન ભુજબળ, અજિત પવાર, જયંત પાટિલ, બાલાસાહેબ થોરાટ સહિત અન્ય ધારાસભ્યોએ શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલબંકર નવા ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય કાલિદાસ કોલબંકર નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવનમાં તેમને મંગળવારે સાંજે પદના શપથ લેવડાવ્યા હતા.

પાર્ટીને કોઈ મન-દુખ નથી

વિશેષ સત્ર પહેલા આજે સવારે જ્યારે અજિત પવાર વિધાનસભા પહોંત્યા તો ત્યાં પહેલેથી હાજર એનસીપી નેતા સુપ્રિયા સૂલેએ ગળે લગાવીને તેમનુ સ્વાગત કર્યુ, તેમના ચહેરાનુ સ્મિત એ જણાવવા માટે કાફી હતુ કે અજિત પવાર માટે તેમને અને તેમની પાર્ટીને કોઈ મન-દુખ નથી. બંનેના ગળે મળવાનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અજિક પવારે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને ઉપમુખ્યમંત્રી બની ગયા હતા. જો કે શરદ પવારે તેમને આ ભૂલ માટે પાર્ટીમાંથી બહાર નથી કાઢ્યા પરંતુ તેમને મનાવીને પાછા લઈ આવ્યા.

નવી જવાબદારી મળી છે તેમને નિભાવશેઃ સુપ્રિયા સૂલે

મીડિયા સાથે વાત કરીને સુપ્રિયા સૂલેએ કહ્યુ કે નવી જવાબદારી મળી છે, મહારાષ્ટ્રના દરેક વ્યક્તિ અમારી સાથે ઉભા હતા, કોઈ મન-દુખ નથી. અમે સ્થાયી સરકાર સાથે રાજ્યના વિકાસ માટે કામ કરીશુ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ

બહુમત સાબિત કરવા માટે સાત દિવસનો સમય

બહુમત સાબિત કરવા માટે સાત દિવસનો સમય

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ઉલ્લેખનીય છે કે 80 કલાકની ઉથલપાથલ બાદ છેવટે મહારાષ્ટ્રમાં રાજકીય નાટક થમ્યુ છે. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા સમાચાર હતા કે ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે શપથ લેશે. કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટે મંગળવારે મોડી રાતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ સાંજે 6.40 વાગે થશે. ઉદ્ધવ ઠાકરેએ 3 ડિસેમ્બર સુધી વિધાનસભામાં પોતાની સરકારનો બહુમત સાબિત કરવાનો હશે એટલે કે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે સાત દિવસનો સમય મળ્યો છે.

English summary
Maharashtra govt formation Supriya Sule welcomes Ajit Pawar with a hug at MLAs' swearing-in ceremony, see pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X