For Quick Alerts
For Daily Alerts
મુન્નાભાઇને વારંવાર રજાની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર
મુંબઇ, 26 ડિસેમ્બર: ગેરકાનુની હથિયાર રાખવાના મામલામાં જેલમાં સજા કાપી રહેલા ફિલ્મ અભિનેતા સંજય દત્તને વારંવાર જેલમાંથી મળતા જામીન પર મહારાષ્ટ્ર સરકારે તપાસ બેસાડી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે દત્તને મંગળવારે જ 14 દિવસ માટે ફરલો એટલે કે સજામાંથી રજા મળી હતી.
નોંધનીય છે કે 1993માં મુંબઇમાં થયેલા સીરિયલ બ્લાસ્ટથી જોડાયેલ એક મામલામાં સંજય દત્ત મુંબઇની યરવડા જેલમાં બંધ છે. ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખવાના આરોપમાં તેમને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સંજય દત્ત છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ છે અને આ દરમિયાન પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં અને ત્યારબાદ ડિસેમ્બરમાં જેલમાંથી બહાર આવ્યા હતા. હવે એક વાર ફરી તેમને 14 દિવસની રજા મળી ગઇ છે. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી રામ શિંદેએ સંજય દત્તને વારંવાર મળનારી આ રાહતની તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું કે સંજયને મળેલ ફરલો શું નિયમ અનુસાર આપવામાં આવ્યું હતું? શું અન્ય કેદીયોને પાછળ રાખીને સંજય દત્તને ફરલો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી? વારંવાર સંજય દત્તને ફરલો કેમ મળી રહ્યું છે? આ તમામ વિષયોની તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે કે સંજય દત્તને ફરલો આપતા સમયે નિયમોનું ઉલ્લંઘન તો નથી કરવામાં આવ્યું ને?જાણીતા વકીલ આભા સિંહે તપાસના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે સંજય દત્તને હંમેશા સેલિબ્રિટી સ્ટેટસનો ફાયદો મળ્યો છે. ઘણા કેદીયોની અરજી મહીનાઓ સુધી પડી રહે છે પરંતુ તેમની કોઇ સુનવણી નથી થતી. જો નિયમોનું ઉલ્લંઘન કરીને ફરલો આપવામાં આવી હશે તો સંબંધિત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.