Coronavirus: મુંબઈ અને પુણેમાં લૉકડાઉન દરમિયાન આપેલી છૂટ પરત ખેંચી
Coronavirus: મુંબઈ અને પુણેમાં લૉકડાઉન દરમિયાન આપેલી છૂટ પરત ખેંચી
મુંબઈઃ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં 1329 નવા મામલા સામે આવ્યા છે અને 44 લોકોના મોત થયાં છે. જે બાદ દેશભરમાં કોરોના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 18985 થઈ ગઈ છે, જેમાં 15122 સક્રિય છે, 3260 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા તેમને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે અને 603 લોકોના મોત થયાં છે.

જો માત્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈ, નાસિક અને પુણેમાં કોરોના મહામારી સતત આગળ વધી રહી છે. મુંબઈમાં કોરોના દર્દીની સંખ્યા 3032 સુધી પહોંચી ગઈ છે. જ્યારે પુણે રીઝનમાં 663 લોકો સંક્રમિત છે. નાસિકના માલેગાંવમાં પણ સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 95 પોઝિટિવ મળ્યા છે, જેમાં 85 માલેગાંવના છે. રાજ્યમાં મંગળવારે નવા 10 મામલા સામે આવ્યા, જેને મિલાવી સંક્રમિતોની કુલ સંખ્યા 4676 સુધી પહોંચી ગઈ છે. જેને જોતા મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને પુણેમાં લૉકડાઉનમાં અપાયેલ છૂટ પરત ખેંચી લીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો જવાબદારીપૂર્ણ વ્યવહાર નથી કરી રહ્યા. તેમણે કહ્યુ્ં કે રાજ્યના બાકી વિસ્તારોમાં આંશિક છૂટ યથાવત રહેશે.
મહારાષ્ટ્રમાં 75 હજાર લોકોના કોરોના ટેસ્ટ થયા
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે પ્રદેશમાં અત્યાર સુધી 75 હજાર લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ધારાવી જેવા વિસ્તારો કે જ્યાં સંક્રમણના વધુ કેસ આવ્યા છે ત્યાં કેટલાક લોકોને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સીજન સ્ટેશન બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી ઑક્સીઝનમાં ઘટાડાનું સંકટ ના ટૂટી પડે.












Click it and Unblock the Notifications
