15 ઓક્ટોબરના રોજ યોજાશે હરિયાણા, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી

vs sampat
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આના માટે મુખ્ય ચૂંટણી અધિકારી બી એસ સંપતે પ્રેસ કોંફ્રેન્સ કરીને જાણકારી આપી.

બંને રાજ્યો માટે નોટિફિકેશન 20 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર રહેશે. ઉમેદવારી પત્ર પરત લેવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રહેશે. મતદાનની તારીખ 15 ઓક્ટોબર રહેશે. મતગણતરી 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાનું કાર્યકાળ 8 નવેમ્બરના રોજ પુરું થઇ રહ્યું છે, જ્યારે હરિયાણામાં વિધાનસભાનું કાર્યકાળ 27 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. એટલે કે આ તારીખોથી પહેલા આ બંને રાજ્યોમાં નવી સરકારનું આવી જવું જરૂરી છે.

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે, જ્યારે મહારાષ્ટ્રમાં 288 બેઠકો છે. જ્યાં હરિયાણામાં ગયા વર્ષે 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર છે. ચૂંટણી તારીખોની જાહેરાત થતા જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X