For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી પર ફેસબુક પોસ્ટ લખનાર પ્રોફેસર સામે થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ફેસબુક પોસ્ટ લખનાર પ્રોફેસરને બળજબરી રજા પર રજા પર મોકલી દેવાને યોગ્ય ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ફેસબુક પોસ્ટ લખનાર પ્રોફેસરને બળજબરી રજા પર રજા પર મોકલી દેવાને યોગ્ય ગણાવ્યુ છે. આ નિર્ણય માટે થઈ રહેલી ટીકાઓ પર દેશમુખે કહ્યુ છે કે પ્રોફેસરનુ કામ ભણાવવાનુ છે નહિ કે આ રીતની વાતો કરવાનુ. તેમણે રાહુલ ગાંધી પર વાંધાજનક વાત કહી છે. અત્યારે તેમને રજા પર મોકલવામાં આવ્યા છે પરંતુ અમે તેમના પર કાર્યવાહી પણ કરીશુ.

professor

મુંબઈ વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર યોગેશ સોમને રાહુલ ગાધીના વીડી સાવરકર પર આપેલા નિવેદનની ટીકા કરીને એક પોસ્ટ શેર કરી હતી. આ વીડિયો માટે એનએસયુઆઈએ વાંધો દર્શાવ્યો હતો. ત્યારબાદ મુંબઈ વિદ્યાપીઠના થિયેટર એન્ડ આર્ટ્સના ડાયરેક્ટર યોગેશ સોમનને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

વાસ્તવમાં ગયા મહિને મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર યોગેશ સોમણે ફેસબુક પર રાહુલ ગાંધી વિશે એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ રાહુલ ગાંધીના સાવરકર વિશે આપેલા નિવેદન સાથે સંબંધિત હતી. સોમન સામે કાર્યવાહીની માંગ માટે યુનિવર્સિટીના અમુક છાત્રો સોમવારે ધરણા પર બેઠા હતા. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીના મહાસચિવે સવારે એક પત્ર જાર કરીને કહ્યુ કે સોમનને બળજબરીથી રજા પર મોકલવામાં આવી રહ્યા છે. આના પર છાત્ર ધરણા પરથી ઉઠી ગયા.

આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને યુએનએસસીમાં લાગ્યો મોટો ઝટકોઆ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને યુએનએસસીમાં લાગ્યો મોટો ઝટકો

English summary
Maharashtra Home Minister Anil Deshmukh Bombay University professor Yogesh Soman statement Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X