For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તને મળેલી પેરોલની થશે તપાસ, જેલ બહાર પ્રદર્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: અભિનેતા સંજય દત્તને પૂણેની યરવડા જેલમાંથી બીજી વખત મળેલી પેરોલને લઇને વિવાદ વધી ગયો છે. સંજયને મળેલી પેરોલને લઇને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ જેલની બહાર પ્રદર્શન શરૂ કરી દિધું છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ગત અઠવાડિયે ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળી ત્યારબાદ અટકળો શરૂ થઇ ગઇ કે પેરોલ મેળવવા માટે અભિનેતા સંજય દત્તે પોતાના વર્ચસ્વનો ઉપયોગ કર્યો.

આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આરઆર પાટીલે સંજય દત્તને મળેલી એક મહિનાની પેરોલના મુદ્દે તપાસના ઓર્ડર આપ્યા છે. પાટીલે એમ પણ કહ્યું કે આ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિમારીના કારણે સંજય દત્તને ઓક્ટોબરમાં પહેલાં પણ 14 દિવસની પેરોલ આપવામાં આવી હતી ત્યારબાદ બે અઠવાડિયા માટે વધારવામાં આવી હતી. એક મહિનામાં સંજય દત્તને ફરી એકવાર પેરોલ મળી છે. અભિનેતા પેરોલ માટે પોતાની પત્ની બિમાર હોવાથી તેની સર્જરી કરાવવાની દલીલ કરી હતી. અભિનેતા સંજય દત્તે કહ્યું હતું કે તેની પુત્રી ત્રિસ્તા બિમાર છે.

sanjay-patil

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ દોષી સંજય દત્ત 42 મહિનાની સજા ભોગવી રહ્યાં છે. ટાડા કોર્ટે અભિનેતાને નવ એમએમની પિસ્તોલ અને એક એકે 56 રાઇફલ રાખવા બદલ સજા સંભળાવી હતી. આ હથિયાર માર્ચ 1993માં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા હથિયારના રૂપમાં ખેપમાં હતા. વિસ્ફોટમાં 257 લોકો મૃત્યું પામ્યા હતા અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

English summary
Sanjay Dutt’s second parole has brought about a wave of protests from the Republican Party of India (RPI) activists outside the jail. After the exposé of wife Manyata Dutt being spotted in a film screening last week, speculations are rife that the star has got his parole using his clout.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X