For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી ટોપેએ કહ્યુ, 'જુલાઈ-ઓગસ્ટમાં આવશે કોરોનાની ત્રીજી લહેર પરંતુ અમે તૈયાર'

કોરોના મહામારીથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે જ્યાંના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં જુલાઈ-ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આખો દેશ હાલમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે. આ મહામારીથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે જ્યાંના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં જુલાઈ-ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે પરંતુ અમે તેની સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા અધિકારીઓને કોરોના મહામારીની ત્રીજી લહેરને જોતા બધી જરૂરી વસ્તુઓ વિશે માહિતી માંગી હતી અને આ અંગે યોજના બનાવવાના નિર્દેશ પણ આપ્યા છે.

rajesh

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના સંક્રમણના 66159 નવા કેસ નોંધવામાં આવ્યા છે અને 771 લોકોના મોત થઈ ગયા છે. વળી, સરકારે રાજ્યમાં ચાલી રહેલ લૉકડાઉન જેવા પ્રતિબંધોને 15 દિવસ માટે લંબાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે બધી પ્રતિબંધો 30 એપ્રિલ સુધી માટે હતા જેને 15 દિવસ એટલે કે 15 મે સુધી વધારી દેવામાં આવ્યા છે. રાજ્ય તેને લૉકડાઉન નથી કહેતુ પરંતુ બધા પ્રતિબંધો લૉકડાઉન જેવા જ છે.

મુંબઈમાં રોકવામાં આવ્યો વેક્સીનેશન કાર્યક્રમ

મુંબઈ બીએમસીના અધિક કમિશ્નર સુરેશ કાકણીએ માહિતી આપી છે કે મુંબઈમાં આગલા ત્રણ દિવસ સુધી રસીકરણ નહિ કરવામાં આવે. આ દરમિયાન નવા રજિસ્ટ્રેશન પણ નહિ થાય કારણકે મુંબઈમાં વેક્સીનેશનનો સ્ટૉક ખતમ થઈ ગયો છે.

'રસી ન મળવા પર 1 મેએ રાજીનામુ આપશે આરોગ્ય મંત્રી?''રસી ન મળવા પર 1 મેએ રાજીનામુ આપશે આરોગ્ય મંત્રી?'

ચાલુ છે કોરોનાનુ તાંડવ

શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,86,452 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,87,62,976 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 3498 લોકોએ દમ તોડી દીધો છે જે બાદ મોતનો આંકડો 2,08,330 પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 31,70228 છે જ્યારે 2,97,540 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 15,22,45,179 લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે.

English summary
Maharashtra may witness 3rd wave of covid pendemic in July or August: Rajesh Tope
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X