મહારાષ્ટ્રઃ શિવસેના સામે સમર્થન માટે એનસીપી રાખી શકે છે આ મોટી શરત
મહારાષ્ટ્રમાં કોઈ પણ પાર્ટીની સરકાર બનાવવાની સ્થિતિમાં ના હોવા બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ. તેના થોડી વાર પછી કોંગ્રેસ અને એનસીપીના દિગ્ગજ નેતાઓની બેઠક થઈ ત્યારબાદ મીડિયામાં આવીને તેમણે સંયુક્ત નિવેદન જારી કર્યુ. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે સ્પષ્ટ કર્યુ કે તે મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતા. જો કે તેમણે એ પણ કહ્યુ કે હજુ કોઈ ઉતાવળ નથી અને સરકાર બનાવવા અંગે એનસીપી-કોંગ્રેસમાં બધુ નક્કી થયા બાદ શિવસેના સાથે વાત કરવામાં આવશે. આ દરમિયાન બીજા એક સમાચાર આવી રહ્યા છે કે એનસીપી શિવસેના સામે મુખ્યમંત્રી પદ વિશે શરત રાખી શકે છે.

એનસીપી પણ રોટેશનલ સીએમ ઈચ્છે છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ એનસીપી પણ રોટેશનલ સીએમ ઈચ્છે છે. એનસીપી ઈચ્છે છે કે રાજ્યમાં અઢી-અઢી વર્ષની સીએમ ફોર્મ્યુલા હોય. એવામાં એનસીપીની એ માંગ શિવસેનાની મુશ્કેલી વધારી શકે છે. જો એનસીપી પોતાની માંગ પર અડી જાય તો જે 50-50 ફોર્મ્યુલા માટે શિવસેનાએ ભાજપ સાથે ત્રણ દશક જૂનો સંબંધ તોડી દીધો, હવે એ પેંચમાં તે ફસાઈ શકે છે.

શિવસેનાની વધી શકે છે મુશ્કેલીઓ
મંગળવારે સાંજે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગગે, અહેમદ પટેલ અને કેસી વેણુગોપાલ એનસીપી પ્રમુખ શરદ પવારને મળવા પહોંચ્યા હતા. મુંબઈમાં હાલમાં પાર્ટીઓ વચ્ચે શિવસેનાને સમર્થન આપવા અંગે ચર્ચા થઈ. આ બેઠક બાદ શરદ પવાર, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, પ્રફૂલ્લ પટેલે કહ્યુ કે શિવસેનાએ પહેલી વાર 11 નવેમ્બરે અધિકૃત રીતે કોંગ્રેસ-એનસીપી પાસે સમર્થન માંગ્યુ હતુ.
આ પણ વાંચોઃ શું CJI આવશે RTIની સીમા હેઠળ? શું થશે કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનું, SCનો આજે ચુકાદો

કોંગ્રેસ-એનસીપીની ફાઈનલ વાતચીત થવાની બાકી
જ્યારે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યુ કે જે રીતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે, તેમની હું આલોચના કરુ છુ. આ લોકતંત્ર અને બંધારણનુ મજાક ઉડાવવાની કોશિશ છે. કોંગ્રેસને સરકાર બનાવવાનુ આમંત્રણ ન આપવુ રાજ્યપાલની ભૂલ છે. સરકાર રચના વિશે તેમણે કહ્યુ કે એનસીપી સાથે વાત કર્યા વિના તે કોઈ નિર્ણય નથી લેવા ઈચ્છતા. પટેલે કહ્યુ કે કૉમન મિનિમમ પ્રોગ્રામ પર હજુ ઘણી વાતચીત થવાની છે. કોંગ્રેસ અને એનસીપીમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ વિશે કોઈ મતભેદ નથી પરંતુ શિવસેનાએ અમારી સાથે ચૂંટણી નહોતી લડી એટલા માટે તેમની સાથે વાતો નક્કી થવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા બાદ જ અમે શિવસેના સાથે વાત કરીશુ.