એકલા પડ્યા અજીત, શરદ પવારની મીટિંગમાં પહોંચ્યા 49 ધારાસભ્ય

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે શરૂ થયેલ રાજકીય ડ્રામાનુ રૂપ સાંજ પડતા બદલાઈ ગયુ છે. અચાનક થયેલા ઉલટફેરની સ્થિતિને સંભાળીને શરદ પવારે પોતાની તાકાત મહારાષ્ટ્રની રાજનીતિમાં બતાડી દીધી છે.

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે શરૂ થયેલ રાજકીય ડ્રામાનુ રૂપ સાંજ પડતા બદલાઈ ગયુ છે. અચાનક થયેલા ઉલટફેરની સ્થિતિને સંભાળીને શરદ પવારે પોતાની તાકાત મહારાષ્ટ્રની રાજનીતિમાં બતાડી દીધી છે. મુંબઈના વાયબી ચવ્હાણ સેન્ટરમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠકમાં કુલ 49 ધારાસભ્ય હાજર હતા. અજીત પવાર સહિત એનસીપીના 4 ધારાભ્ય બેઠક માટે આવ્યા નહોતા. બધા ધારાસભ્યોને મુંબઈની એક હોટલમાં રાખવામાં આવશે.

ncp

વળી, અજીત પવાર પર પાર્ટીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરીને તેમને ધારાસભ્ય દળના નેતાના પદેથી હટાવી દીધા છે. આ સાથે જ જયંત પાટિલને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના ધારાસભ્ય દળની બેઠક ચાલુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે એનસીપીના 54 ધારાસભ્યોમાંથી 49 ધારાસભ્યો બેઠકમાં હિસ્સો લેવા પહોંચ્યા છે. અજીત પવાર સહિત માત્ર 4 ધારાસભ્ય જ આ બેઠકમાં ગેરહાજર હતા. બધા ધારાસભ્યોને મુંબઈની એક હોટલમાં રાખવાની તૈયારી છે.

એનસીપીની મીટિંગ પહેલા એક રસપ્રદ નઝારો પણ જોવા મળ્યો જ્યારે શિવસેના નેતા મિલિન્દ નાર્વેકર અને એકનાથ શિંદે એનસીપીના બે ધારાસભ્યોને એરપોર્ટથી પકડીને તેમની પાર્ટીની મીટિંગમાં લઈને આવ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે આ ધારાસભ્યોને દિલ્લી લઈ જવાની તૈયારીમાં હતા. વળી, બીજી તરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે 23 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાના મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એક સંયુક્ત અરજી દાખલ કરી છે. ત્રણે પાર્ટીઓએ કેસની તત્કાલ સુનાવણીની માંગ કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145નો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અન કોંગ્રેસને 44સીટો મળી છે. ભાજપ અને શિવસેના ચૂંટણીથી પહેલા સાથે હતી અને માટે બંને પાસે બહુમતનો આંકડો હતો. જો કે ગઠબંધન તૂટી ગયુ અને ભાજપને સરકાર બનાવવા માટે 40 સીટોની જરૂર પડી ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X