Maharashtra New CM : મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી સાથે 2 ડેપ્યુટી મુખ્યમંત્રી શપથ લેશેે-સુત્રો

Maharashtra New CM : મહારાષ્ટ્રમાં સીએમ કોણ બનશે તેને લઈને અફવાઓનું બજાર ગરમ છે. અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી સાથે 2 નાયબ મુખ્યમંત્રીઓ શપથ લઈ શકે છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખસી જવાની જાહેરાત કર્યા બાદ બીજેપીમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને મથામણ ચાલી રહી છે. તમામ લોકોની નજર બીજેપીની જાહેરાર પર અટકી છે.

mahayuti calebration

સૂત્રો પર વિશ્વાસ કરીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રી ભાજપના અને બે ઉપમુખ્યમંત્રી શિવસેના અને એનસીપીના હશે. આમ થશે તો શિવસેના અને એનસીપીને નાયબ મુખ્યમંત્રીપદ મળશે.

બીજી તરફ બીજેપી મુખ્યમંત્રી કોને બનાવે છે તે પણ મોટી બાબત હશે. જે રીતે ટાઈમ લાગી રહ્યો છે તેને જોતા ગહન મંથન ચાલી રહ્યું છે.

સૂત્રો અનુસાર, મહાયુતિના સહયોગી એનસીપીના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે અને શિવસેનાના એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતને નાયબ મુખ્યમંત્રી પદ મળી શકે છે.

જણાવી દઈએ કે 28 ડિસેમ્બરે દિલ્હીમાં મહાયુતિ ગઠબંધનની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સામેલ થશે અને મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

બીજી તરફ એકનાથ શિંદેએ એ વાતની પુષ્ટિ કરી છે કે ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મહાયુતિના ત્રણેય પક્ષોની બેઠક થશે. આ બેઠકમાં વિગતવાર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X