For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના આગામી CM ફડણવીસ વિરૂદ્ધ છે રમખાણોના 22 કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 ઓક્ટોબર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઇને અંતે ભાજપે પત્તું ખોલી દિધું. મંગળવારે સાંજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થયું દેવેન્દ્ર ફડણવીસ પ્રદેશના 17મા મુખ્યમંત્રી હશે. પરંતુ આ બધાની વચ્ચે રિપોર્ટ આવ્યો છે જે એ દાવો કરે છે કે રાજકારણમાં અપરાધિકરણ અથવા અપરાધિઓનો રાજકારણમાં ખાતમો કરવાની વાત કરનાર ભાજપના દામનમાં માત્ર દાગ જ નહી કીચડ પણ છે! રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટાયેલા 288 ધારાસભ્યોમાંથી 57 ટકા પર ક્રિમિનલ કેસ દાખલ છે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ પોતે રમખાણોના 22 કેસમાં દાખલ છે.

<strong>મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ફડણવીસ, જાણો તેમના વિશે 10 મહત્વપૂર્ણ વાતો</strong>મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ફડણવીસ, જાણો તેમના વિશે 10 મહત્વપૂર્ણ વાતો

અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર દિલ્હીની એક સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે તાજેતરમાં જ એક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જે 2,336 ઉમેદવારોએ કિસ્મત અજમાવી હતી, તેમાંથી 798 વિરૂદ્ધ આપરાધિક કેસ દાખલ છે.

devendra-fadnavis

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટવામાં આવેલા બધા 288 ધારાસભ્યોમાંથી 165 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. આ પહેલાંના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2009માં 52 ટકા અને 2004માં 46 ટકા વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. તાજેતરમાં ચૂંટવામાં આવેલા 165 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ દાખલ છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ સામેલ છે. ધારાસભ્યો પર હત્યા, હત્યાનો પ્રયત્ન, કિડનેપિંગ અને રમખાણોમાં સંલિપ્તતા જેવા ગંભીર કેસ સામેલ છે.

ભાજપના 70 ધારાસભ્યો વિરૂદ્ધ દાખલ છે કેસ
વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, પાર્ટીને 122 સીટો મળી છે. અહેવાલ અનુસાર તેમાંથી 74 ધારાસભ્યોના વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. એટલે કે 60 ટકા, જે કોઇપણ પાર્ટીના ધારાસભ્યોમાં સૌથી વધુ છે. ભાજપના 53 ધારાસભ્યોની વિરૂદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ દાખલ છે. જ્યારે 'એક જ બ્લડ ગ્રુપની પાર્ટી' શિવસેનાના 63માંથી 48ના વિરૂદ્ધ એવા મુદ્દા દાખલ છે.

English summary
Devendra Fadnavis, the Bharatiya Janata Party (BJP) chief minister, has 22 charges of rioting registered against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X