Maharashtra New CM : દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવાનું લગભગ નક્કી, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત
Maharashtra New CM : મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ગમે ત્યારે તેમના નામની જાહેરાત થઈ શકે છે.
સીએમ પદ માટે એકનાથ શિંદેએ પોતાને અલગ કરી લીધા બાદ હવે ઔપચારિકતા બાકી રહી ગઈ છે. જાહેરાત પહેલા રાજ્યમાં બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ભાવિ નેતૃત્વ અંગે ચર્ચા કરવા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હી પહોંચ્યા છે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે અમિત શાહના ઘરે તેમને મળવા પહોંચ્યા છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય તેવી અપેક્ષા છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ હાલમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે. માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદ માટે લગભગ ફાઈનલ છે. માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે.
એકનાથ શિંદેએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત પહેલા પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મેં પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે કે મહાયુતિમાં સીએમ પદને લઈને કોઈ અવરોધ નથી. આ સાથે તેમણે કહ્યું કે હું દિલ્હી આવ્યો છું અને ભાઈ મારા માટે કોઈ પણ હોદ્દા કરતા મોટા છે.
તેમણે કહ્યું કે, અમારી બેઠક સકારાત્મક રહી. મારી ભૂમિકા શું હશે અને કેબિનેટમાં કોણ શું ભૂમિકા ભજવશે તે આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. આવતીકાલે પત્રકાર પરિષદમાં તેનો ખુલાસો થશે.
જણાવી દઈએ કે, એકનાથ શિંદેએ પહેલા જ સીએમ બનવાની રેસમાં ન હોવાની જાહેરાત કરી દીધી છે. આ સ્થિતીમાં બીજેપીના સીએમ બને તે લગભગ નક્કી છે.












Click it and Unblock the Notifications
