Maharashtra New CM : મહારાષ્ટ્રમાં ફડણવીસની જગ્યાએ અન્ય કોઈને CM બનાવવાની તૈયારી? જાણો વિલંબ થઈ રહ્યો છે?

Maharashtra New CM : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મહાયુતિમાં સીએમ પદને લઈને કોકડુ ગુચવાયુ છે. એક તરફ એકનાથ શિંદેએ સરેન્ડર કર્યુ છે તો બીજી તરફ હજુ પણ નામ પર વિચાર કરી રહી છે.

જે રીતે સીએમ પદને લઈને જાહેરાતને લઈને વિલંબ થઈ રહ્યો છે તેને જોતા એવુ લાગી રહ્યું છે કે બીજેપી અન્ય કોઈના નામ પર વિચાર કરી રહી છે.

Maharashtra New CM

એકનાથ શિંદેએ ભલે કહ્યું હોય કે મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે પરંતુ ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. અહેવાલો અનુસાર, આ સસ્પેન્સનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરી રહ્યાં છે.

એકનાથ શિંદેની જાહેરાત બાદ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે કેમ તે અંગે હજુ પુષ્ટિ નથી થઈ રહી.

એકનાથ શિંદેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે. પરંતુ હજુ સુધી ન તો પીએમ મોદી, ન ગૃહમંત્રી અમિત શાહ, ન તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ન મહારાષ્ટ્ર પ્રભારી ભૂપેન્દ્ર યાદવે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી છે. આ સ્થિતી ઘણુ બધુ કહી જાય છે.

આ સ્થિતી વચ્ચે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉદાહરણ પણ અપાઈ રહ્યાં છે. અહેવાલો એવા પણ છે કે ફડણવીસને હટાવીને મહારાષ્ટ્રમાં નવો ચહેરો સીએમ પદ પર જોવા મળી શકે છે.

ભુતકાળની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 2014 માં બીજેપીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને ચોંકાવી દીધા હતા. ઝારખંડમાં બિન-આદિવાસી સમુદાયમાંથી રઘુવર દાસ અને હરિયાણામાં બિન-જાટ નેતા મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X