
મહારાષ્ટ્ર ભાજપમાં ઉથલપાથલ, હવે પંકજા મુંડેએ આપ્યા બગાવતી સંકેત
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભારતીય નજતા પાર્ટીની અંદર કંઈ ઠીક નથી ચાલી રહ્યું છે. સત્તા ગુમાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીઓ વધવા લાગી છે. હવે દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અવાજ ઉઠવો શરૂ થઈ ગયો છે. પાર્ટી નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટ દ્વારા બગાવતના સંકેત આપ્યા છે. પંકજા મુંડેએ પિતા ગોપીનાથ મુંડેના નિધનની વર્ષગાઠ પર 12 ડિસેમ્બરે સમર્થકોની બેઠક બોલાવી છે. તેમણે કહ્યું કે બદલતા રાજકીય માહોલમાં તાકાતને ઓળખવાની જરૂરત છે, 8-10 દિવસમાં મોટો ફેસલો લઈશ.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કેટલીય ઉથલપાથલ બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કરીને સરકાર રચી લીધી છે. રવિવારે કોંગ્રેસના નાના પટોલેને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે પણ ચૂંટવામાં આવ્યા છે. ત્યારે ભાજપ સંપૂર્ણ રીતે મહારાષ્ટ્રમાં નબળું પડતું જણાયું. જેને લઈ હવે પાર્ટીમાં બગાવતના સૂર સંભળાવા શરૂ થઈ ગયા છે.
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ