For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ

મહારાષ્ટ્રમા કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર, પાછલા 24 કલાકમાં 7000થી વધુ કેસ

|
Google Oneindia Gujarati News

મુંબઇઃ દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના સક્રમણ વચ્ચે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર પહોચી ગયો છે. શનિવારે સાંજે જાહેર થયેલ આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમા રાજ્યમાં કોરોના વાયરસના 7074 નવા મામલા સામે આવ્યા છે જે એક દિવસમાં સામે આવતા મામલાનો રેોર્ડ છે. આની સાથે જ રાજયમાં સંક્રમિતોનો આંકડો 2 લાખ 74 થઇ ગયો છે. જ્યારે પાછલા 24 કલાકમાં 295 લોકોના મોત થયાં છે. મૃતકોની સંખ્યા વધીને 8671 થઇ ગઇ છે.

coronavirus

જો માત્ર મુબઇની વાત કરીએ તો અહીં પાછલા 24 કલાકમાં કોરોનાના 1163 મામલા સામે આવ્યા છે જ્યારે 63 લોકોના મોત થયાં છે. શહેરમા હવે સંક્રમિતોની સંખ્યા વધીને 83237 થઇ ગઇ છે જ્યારે મૃતકોની સંખઅયા 4830 છે. મુંબઇમાં એક્ટિવ કેસ 24963 છે. મહારાષ્ટરમા ંરિકવરી રેટ ચિંતાજનક છે. શનિવારે મહારાષ્ટ્રમાં 3395 લોકોને હોસ્પિટલથી રજા આપી દેવામા આવી છે. અહીં રિકવરી રેટ 54.07 ટકા છે.

જણાીવી દઇએ કે તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના સક્રમિતોની સંખ્યા વધી રહી છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં ફરી એકવાર 24 કલાકમાં 20 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં 22771 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ કુલ મામલાની સંખ્યા વધીને 6,48,315 પર પહંચી ગઇ છે. આ કોઇ દિવસમાં આવેલા સૌથી વધુ મામલા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 442 લોકોના મોત થયાં જે બાદ મૃતકોની સંખ્યા વધીને 18655 થઇ ગઇ છે.

'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો

English summary
maharashtra registered 7000 corona cases in a single day, recovery rate is concern
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X