For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ શરદ પવારે શિવસેનાને આપ્યો ઝટકો, 'અમે વિપક્ષમાં બેસીશુ'

ભાજપ-શિવસેનાની ખેંચતાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં સરકારની રચના માટે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ છે. વિધાનસભા ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ હજુ સુધી સરકાર બનાવવા માટે બંને દળો વચ્ચે કોઈ સમજૂતી નથી થઈ શકી. શિવસેના 50-50 ફોર્મ્યુલા પર અડી ગઈ છે જ્યારે ભાજપ સહયોગી દળની આ શરતને માનવા તૈયાર નથી. વળી, ભાજપ-શિવસેનાની ખેંચતાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

જનતાએ તેમની પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છેઃ શરદ પવાર

જનતાએ તેમની પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છેઃ શરદ પવાર

શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છે અને પાર્ટી એમ જ કરશે. શરદ પવારનુ આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે રાજ્યમાં શિવસનાની એનસીપી-કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાની અટકળો વધવા લાગી હતી. વાસ્તવમાં બે દિવસ પહેલા જ શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી આવી અટકળો વધી ગઈ છે.

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલુ ગતિરોધને ‘બાલીશ' ગણાવ્યુ શરદ પવારે

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલુ ગતિરોધને ‘બાલીશ' ગણાવ્યુ શરદ પવારે

સીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ગતિરોધને ‘બાલીશ' ગણાવ્યુ. એનસીપી અને કોંગ્રેસનુ શિવસેનાને સમર્થન આપવાની સંભાવના પર શરદ પવારે કહ્યુ કે, ‘આ અંગે પાર્ટીમાં કોઈ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યુ, અમારી પાસે બહુમત નથી, જનતાએ અમને વિપક્ષમાં બેસવા કહ્યુ છે. અમે આ જનાદેશનો સ્વીકાર કર્યો છે અને ધ્યાન રાખીશુ કે અમે આ ભૂમિકાને યોગ્ય રીતે નિભાવીએ.' આ પહેલા ભાજપ સાથે ચાલી રહેલ ગતિરોધ વચ્ચે સંજય રાઉતે કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં સીએમ શિવસેનાના જ બનશે.

આ પણ વાંચોઃ ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમયઆ પણ વાંચોઃ ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમય

શિવસેના 50-50ની ફોર્મ્યુલા પર અડી

શિવસેના 50-50ની ફોર્મ્યુલા પર અડી

શિવસેના રાજ્યમાં 2.5-2.5 વર્ષ સુધી બંને પક્ષના સીએમના ફોર્મ્યુલા પર અડી છે જ્યારે ભાજપ આના માટે તૈયાર નથી. બંને પક્ષો વચ્ચે આના માટે નિવેદનબાજી થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ ભાજપ નેતાઓનુ કહેવુ છે કે તેમની પાર્ટી સીએમ પદ માટે કોઈ સમજૂતી નહિ કરે. જ્યારે આ જવાબ પર શિવસેનાએ ભાજપ પર વચનભંગનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 સીટો પર જીત મળી છે જ્યારે શિવસેનાએ 56 સીટો જીતી હતી.

English summary
Maharashtra: Sharad Pawar says people have asked NCP to sit in opposition, will accept mandate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X