For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર કાલે, પ્રોટેમ સ્પીકર લેવડાવશે ધારાસભ્યોને શપથ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કાલે (બુધવારે) રાજ્ય વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવ્યુ છે. બુધવારે સવારે નવી વિધાનસભાનુ પહેલુ સત્ર શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કાલે (બુધવારે) રાજ્ય વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવ્યુ છે. બુધવારે સવારે નવી વિધાનસભાનુ પહેલુ સત્ર શરૂ થશે. બુધવારે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલબંકર નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે. મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય કાલિદાસ કોલબંકર નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવનમાં તેમને મંગળવારે સાંજે પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલે બુધવારે સવારે 8 વાગે મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવ્યુ છે. વિધાનસભા સત્ર શરૂ થવા પર પ્રોટેમ સ્પીકર રાજ્યના બાકીના 287 ધારાસભ્યોને શપથ લેવડાવશે.

ઝડપથી મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ બદલાયો

ઝડપથી મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ બદલાયો

મંગળવારે ઝડપથી મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ બદલાયો. બપોરે દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને એનસીપીના બાગી નેતા અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલબંકરને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા. વળી, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓએ પણ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ત્રણે પક્ષોના નેતાઓએ 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી બદલાયેલ ઘટનાક્રમ

મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી બદલાયેલ ઘટનાક્રમ

છેલ્લા ત્રણ દિવસોમાં ખાસ કરીને શનિવારે સવારથી મહારાષ્ટ્રના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે. શનિવારે સવારે સાડા સાત વાગે રાજ્યપાલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ અને એનસીપીના અજીત પવારને ડેપ્યુટી સીએમ પદની શપથ લેવડાવ્યા હતા. અજીતે એનસીપીનુ સમર્થન ભાજપને હોવાની વાત કહી પરંતુ પાર્ટી અધ્યક્ષ શરદ પવારે તેને નકારી દીધુ. ત્યારબાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે શપથગ્રહણને સુપ્રીમ કોર્ટમા પડકાર્યુ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન 'મહા વિકાસ અઘાડી'ના નેતા ચૂંટાયા ઉદ્ધવ ઠાકરેઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન 'મહા વિકાસ અઘાડી'ના નેતા ચૂંટાયા ઉદ્ધવ ઠાકરે

અજીત પવાર અને ફડણવીસે રાજીનામુ આપ્યુ

અજીત પવાર અને ફડણવીસે રાજીનામુ આપ્યુ

મંગળવારે કોર્ટે આના પર ચુકાદો આપીને ફડણવીસને બુધવાર સુધી ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો. ત્યારબાદ એક વાર ફરીથી ઘટનાક્રમ બદલાયો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે પહેલા અજીત પવાર અને ફડણવીસે રાજીનામુ આપ્યુ. ત્યારબાદ એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર થયેલ ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે આવ્યા હતા. જેમાં ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્યો જીત્યા છે. કોંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો પર જીત મળી છે. બહુમત માટે અહીં 145 સીટોની જરૂર છે.

English summary
maharashtra special assembly session Pro tem Speaker to Administer Oath to MLA tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X