For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ મહારાષ્ટ્રમાં, પત્નીઓ બિહારમાં બાળકો પેદા કરે છે: ભાજપ એમએલસી

મહારાષ્ટ્રથી ભારતીય જનતા પાર્ટીના એમએલસી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બિહારના લોકો મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે અને ત્યાં બિહારમાં તેમની પત્નીઓ બાળકો પેદા કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રથી ભારતીય જનતા પાર્ટીના એમએલસી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બિહારના લોકો મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે અને ત્યાં બિહારમાં તેમની પત્નીઓ બાળકો પેદા કરી રહી છે. તેમને આગળ કહ્યું કે બિહારનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં મીઠાઈ વહેંચી રહ્યો હોય છે કે તેને ગામમાં બાળક પેદા થયું છે, જયારે તે વ્યક્તિ વર્ષોથી ગામ જ નથી ગયો હોતો. સુરેશ ધસ ઘ્વારા આપવામાં આવેલું આ નિવેદન બિહારના નેતાઓએ શર્મનાક ગણાવ્યું છે. જયારે મહારાષ્ટ્રમાં પણ તેમના નિવેદનની આલોચના થઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલ

ઉત્તર ભારતીય પંચાયતે કહ્યું કે વિધાયકને ચપ્પલ મારો

ઉત્તર ભારતીય પંચાયતે કહ્યું કે વિધાયકને ચપ્પલ મારો

ધસ ઘ્વારા આપવામાં આવેલું નિવેદન બિહારના લોકોની ગરિમાને નીચે પાડતું જણાવીને ઉત્તર ભારતીય પંચાયતે વિધાયકને જૂતા-ચપ્પલ મારનારને 11 હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. પંચાયતે ભાજપ સામે માંગ કરી છે કે તેઓ સુરેશ ધસ સામે કાર્યવાહી કરે.

બિહારમાં જદયુ-ભાજપ નારાજ

બિહારમાં જદયુ-ભાજપ નારાજ

બિહારના સત્તાધારી અને ભાજપના સહયોગી જનતા દળ યુનાઇટેડ (જદયુ) પ્રવક્તા રાજીવ રંજને આ નિવેદનને બિહારની અસ્મિતાને નીચું પાડતું ગણાવ્યું. તેમને કહ્યું કે આ નિવેદન સુરેશ ધસની ખરાબ માનસિકતા બતાવે છે. રંજને કહ્યું કે આ 11 કરોડ બિહારીઓનું અપમાન છે.

બિહારમાં ભાજપે પણ પોતાની પાર્ટીના નેતાના નિવેદનની નિંદા કરી છે. બિહારના ભાજપા નેતાઓએ આ નિવેદનને સમાજનું અપમાન ગણાવતા પાર્ટી હાઈકમાન પાસે સુરેશ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજદે ટિપ્પણીને શર્મનાક ગણાવી

રાજદે ટિપ્પણીને શર્મનાક ગણાવી

બિહારમાં વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળે સુરેશ ધસના નિવેદનનો વિરોધ કર્યો છે. પાર્ટીએ સુરેશ ધસની ટિપ્પણીને શર્મનાક ગણાવી છે. રાજદ વિધાયક રામાનુજ પ્રસાદે કહ્યું કે આવી ટિપ્પણી ફક્ત મહિલાઓ જ નહીં પરંતુ આખા બિહારના લોકોને નીચે પાડે છે. તેમને આ ટિપ્પણીને ભાજપા નેતાઓની માનસિકતા ગણાવી છે.

English summary
maharastra bjp mlc suresh dhas remarks against bihar women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X