મહારાષ્ટ્ર: 162 ધારાસભ્યોએ ભાજપમાં ના જાવાના શપથ લીધા

મહારાષ્ટ્ર: 162 ધારાસભ્યોએ ભાજપમાં ના જાવાના શપથ લીધા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા પોતાની અંતિમ હદ સુધી પહોંચવાની તૈયારીમાં છે. રાજ્યમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ એનસીપી-શિવસેના-કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ થવા જઈ રહી છે. આના માટે તમામ ધારાસભ્યો હોટલ હયાત પહોંચી ચૂક્યા છે. આ પરેડમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર, સુપ્રિયા સુલે સહિત કેટલાય દિગ્ગજ નેતા પણ પહોંચ્યા છે. આ પરેડ પહેલા સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યુ્ં હતું કે અમે 162, આજે અમારા તમામ ધારાસભ્યો એકસાથે એકજુટ દેખાશે.

mla

Nov 25, 2019, 9:29 pm IST

અહીં આપણે મહારાષ્ટ્રની જનતા માટે એકઠા થયા છીએ. પ્રદેશમાં બહુમત વિનાની સરકારનું ગઠન થયું છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં ભાજપ પાસે બહુમત નહોતું, પરંતુ છતાં ભાજેપ અહીં સરકાર બનાવી. આપણને બહુમત સાબિત કરવામાં કોઈ સમસ્યા નહિ થાય. જેમને પાર્ટીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય તેઓ આદેશ જાહેર ન કરી શકે. ફ્લોર ટેસ્ટના દિવસે હું 162થી વધુ ધારાસભ્યો લઈને આવશ. આ ગોવા નથી, મહારાષ્ટ્ર છે- શરદ પવાર
Nov 25, 2019, 9:28 pm IST

25 વર્ષ સુધી અમે તમારી (ભાજપ) સાથે હતા તમને સમજમાં ના આવ્યું, હવે અમે જણાવશું કે શિવસેના શું છે. અહીં અમે માત્ર સત્તા માટે નથી આવ્યા, અમે કેટલાય વર્ષો સુધી એક સાથે આવ્યા છીએ, તેઓ અમને જેટલા તોડવાની કોશિશ કરશે તેટલા જ અમે એકજુટ થશું, સત્યમેવ જયતે- ઉદ્ધવ ઠાકરે
Nov 25, 2019, 7:44 pm IST

એનસીપી નેતા જિતેન્દ્ર અહવાડે કહ્યું કે ધારાસભ્યોની પરેડમાં તમામ ધારાસભ્ય શપથ પણ લેશે.
Nov 25, 2019, 7:43 pm IST

ધારાસભ્યોની પરેડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા છે.
Nov 25, 2019, 7:43 pm IST

તમામ કોંગ્રેસના ધારાસભ્યો સાથે એનસીપીના ધારાસભ્ય સુપ્રિયા સુલે મુલાકાત કરી રહ્યાં છે.
Nov 25, 2019, 7:42 pm IST

ધારાસભ્યોની પરેડમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ પહોંચ્યાં છે.
Nov 25, 2019, 7:42 pm IST

એક એક તરી બધા ધારાસભ્યો હોટલ પહોંચી ગયા છે અને તેમણે પોતાની સીટ લઈ લીધી છે. આ દરમિયાન શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ હાજર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X