મહાત્મા ગાંધીને બનાવ્યા દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસડર !

દારૂબંધી માટે મહાત્મા ગાંધીને બ્રાન્ડ એમ્બેસડર તરીકે રજૂ કરવાના સમાચાર મળતાંની સાથે વિપક્ષ સરકારે પ્રહારો શરૂ કરી દિધા છે. કોંગ્રેસે તેને બાપુનું અપમાન ગણાવતાં રાજ્ય સરકાર પર ગાંધીના આદર્શો અને જીવન મૂલ્યો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસે રાજ્ય સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી તેમની માનસિકતાની જાણ થાય છે, તેમને કહ્યું હતું કે ગાંધીજીનું સંપૂર્ણ જીવન સાદગીનું ઉદારણ હતું. ત્યારે તેમને દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસડર બનાવવા તેમનું અપમાન કરવા સમાન છે. હોબાળો મચતાં છત્તિસગઢ બીવરેઝેઝ કોર્પોરેશન એટલે કે સીબીસી આ મુદ્દે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી રહી છે. હકિકતમાં સીબીસી દારૂ વેચનાર એક એજન્સી છે. જે રાજ્યમાં દારૂબંધી વિરૂદ્ધ અભિયાન ચલાવતી રહે છે.
આ મુદ્દે હોબાળો મચતાં સીબીસીના અધ્યક્ષ દેવજીભાઇ પટેલે દલીલ કરી હતી કે કોર્પોરેશન દર વર્ષે મહાપુરૂષોના ચિત્રોવાળુ કેલેન્ડર છાપે છે. આ વર્ષે મહાત્મા ગાંધીના ચિત્રવાળા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું પરંતુ ગાંધીજીને બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની વાત કરવામાં ન આવી. તેમને દોષનો ટોપલો જનસંપર્ક વિભાગ પર ઢોળતાં કહ્યું હતું કે જનસંપર્ક વિભાગ દ્રારા ભૂલ થઇ ગઇ હોય. આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ કારણ વિના બાપુના નામ પર રાજકારણ રમે છે.












Click it and Unblock the Notifications
