For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાંસદે મહાત્મા ગાંધીજીના સ્વતંત્રતા સંઘર્ષ અને સત્યાગ્રહને ગણાવ્યો ડ્રામા

પોતાના નિવેદનો માટે વિવાદોમાં રહેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત કુમાર હેગડેએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

પોતાના નિવેદનો માટે વિવાદોમાં રહેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત કુમાર હેગડેએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધી પર હુમલો કરીને કહ્યુ કે તેમનો સ્વતંત્રતા માટેનો સંઘર્ષ માત્ર એક ડ્રામા હતો. એટલુ જ નહિ હેગડેએ એ પણ સવાલ ઉઠાવ્યો કે આવા લોકોએ કેવી રીતે ભારતમાં મહાત્મા બોલાવી શકાય છે. હેગડેએ આ નિવેદન શનિવારે બેંગલુરુમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આપ્યુ.

સત્યાગ્રહને ગણાવ્યો ડ્રામા

સત્યાગ્રહને ગણાવ્યો ડ્રામા

અનંત કુમાર હેગડેએ કહ્યુ કે આખુ સ્વતંત્રતા આંદોન અંગ્રેજોની સંમતિ અને તેમના સહયોગથી આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ તમામ નેતા જેમને આટલા મોટા ગણવામાં આવે છે તેમને ક્યારેય પણ પોલિસે માર્યા નથી. આ લોકોનો સ્વતંત્રતા સંઘર્ષ માત્ર એક ડ્રામા હતો. આનુ આયોજન અંગ્રેજોની સંમતિથી કરવામાં આવ્યુ હતુ. આ વાસ્તવિક સંઘર્ષ નહોતો. આ સમજી વિચારીને કરેલો સંઘર્ષ હતો. એટલુ જ નહિ હેગડેએ મહાત્મા ગાંધીનના સત્યાગ્ર અને ભૂખ હડતાળને પણ ડ્રામા ગણાવી દીધો છે.

મારુ લોહી ઉકળે છે

મારુ લોહી ઉકળે છે

ભાજપ સાંસદે કહ્યુ કે જે લોકો કોંગ્રેસનુ સમર્થન કરે છે તે કહતા રહે છે કે ભારતનો મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને ભૂખ હડતાળના કારણે આઝાદી મળી છે પરંતુ આ બિલકુલ સત્ય નથી. અંગ્રેજોએ સત્યાગ્રહના કારણે દેશ નહોતો છોડ્યો. અંગ્રેજોએ ભારતને આઝાદી કંટાળીને આપી હતી. તેમણે કહ્યુ કે જ્યારે હું ઈતિહાસ વાંચુ છુ તો મારુ લોહી ઉકળવા લાગે છે. આવા લોકો દેશના મહાત્મા બની ગયા. તમને જણાવી દઈએ કે અનંત કુમાર હેગડે ઘણીવાર પોતાના નિવેદનોનના કારણે ચર્ચામાં રહે છે.

રાહુલ ગાંધી વિશે આપ્યુ હતુ નિવેદન

રાહુલ ગાંધી વિશે આપ્યુ હતુ નિવેદન

તમને જણાવી દઈએ કે આ પહેલા અનંત કુમાર હેગડે રાહુલ ગાંધીના ડીએનએ પર પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે કહ્યુ હતુ કે મુસ્લિમ બાપ અને વિદેશી ઈસાઈ માનો દીકરો છેવટે કેવી રીતે બ્રાહ્મણ કેવી રીતે થઈ શકે છે. હેગડેએ આ નિવેદન કર્ણાટકના ભટકલમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરીને ગયા વર્ષે આપ્યુ હતુ. તેમણે રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીના હોવા પર સવાલ ઉઠાવીને કહ્યુ કે છેવટે કેવી રીતે બંને ગાંધી હોઈ શકે છે. તેમણે રાજીવ અને રાહુલના ગાંધી હોવા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે છેવટે કેવી રીતે બંને ગાંધી હોઈ શકે છે. હેગડેએ કહ્યુ કે હું મજાક નથી કરી રહ્યો, હું ઑન રેકોર્ડ બોલી રહ્યો છુ કે રાજીવ ગાંધીનુ મોત થયુ એ વખતે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનુ કહેવામાં આવ્યુ હતુ. રાજીવ ગાંધી ઓળખ કરવા માટે રાહુલ ગાંધીના ડીએનએ લેવાની વાત થી પરંતુ સોનિયાએ આવુ કરવાની ના પાડી દીધી અને પ્રિયંકા ગાંધીના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા. આમાં સત્ય શું છે આની માહિતી મળવી જોઈએ.

<strong>આ પણ વાંચોઃ ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર</strong>આ પણ વાંચોઃ ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર

English summary
Mahatma Gandhi freedom struggle and satyagrah was drama says BJP MP Ananth Kumar Hegde
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X