For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેનિન, આંબેડકર પછી કેરળમાં મહાત્મા ગાંધીની પ્રતિમા થઇ ક્ષતિગ્રસ્ત

કેરળમાં મહાત્મા ગાંધીના ચશ્મા તોડી દીધા છે. કેરળના કન્નૂરમાં મહાત્મા ગાંધીની મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે. અજાણ્યા લોકો દ્વારા કન્નૂરના થાલિપરંબા વિસ્તારમાં મહાત્મા ગાંધીની મૂર્તિના ચશ્માને તોડ

|
Google Oneindia Gujarati News

કેરળમાં મહાત્મા ગાંધીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. જાણકારી મુજબ કેટલાક લોકોએ કેરળમાં મહાત્મા ગાંધીના ચશ્મા તોડી દીધા છે. કેરળના કન્નૂરમાં મહાત્મા ગાંધીની મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે. અજાણ્યા લોકો દ્વારા કન્નૂરના થાલિપરંબા વિસ્તારમાં મહાત્મા ગાંધીની મૂર્તિના ચશ્માને તોડવામાં આવ્યા છે. આ ઘટના પછી આરોપી ફરાર છે તેમ માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે કેરળમાં લેફ્ટ સરકાર છે અને કોંગ્રેસ અહીં મુખ્ય વિપક્ષી દળ છે. ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડ્યા પછી તમિલનાડુમાં પેરિયારની મૂર્તિને તોડવાનો મામલો સામે આવ્યો હતો. આમ મૂતિઓને ક્ષતિગ્રસ્ત કરવાના કિસ્સા હાલના દિવસોમાં એક પછી એક બની રહ્યા છે. પેરિયાર પછી કોલકત્તામાં જનસંધના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ તોડવામાં આવી હતી. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની અવગણના કરી હતી.

gandhi

અને ગૃહમંત્રી રાજનાથ સિંહ જોડે પણ આ મામલે ફોન પર વાત કરવામાં આવી હતી. મૂર્તિઓ તોડ્યા પછી ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને એડવાયઝરી જાહેર કરી હતી અને આવી ઘટનામાં જોડાયેલા લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વાત પણ ઉચ્ચારી હતી. ત્યાં જ બીજી તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ સાફ કર્યું કે આ ઘટનાઓમાં જો કોઇ ભાજપના નેતા કે કાર્યકર્તાઓનો હાથ હશે તો પાર્ટી પણ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. એક પાર્ટીની રીતે ભાજપે માન્યું કે ભારત વિવિધ વિચાર અને વિચારધારા સહઅસ્તિત્વની સાથે રહેવામાં માને છે. ઉલ્લેખનીય છે કે હાલ ભલે મૂર્તિઓની તોડફોટ કે ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ વધી હોય પણ આ પહેલા પોરબંદરમાં પણ ગાંધીજીની મૂર્તિના ચશ્મા તોડવામાં આવ્યા હતા.

English summary
Mahatma Gandhi statue vandalised in Kerala after series of such incidents. Police is investigating the matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X