For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રી માલવીયએ ખુરશી સંભાળતાં જ ગુજરાતનું પાણી રોકવાની કરી ઘોષણા!

મંત્રી માલવીયાએ ખુરશી સંભાળતાં જ ગુજરાતનું પાણી રોકવાની કરી ઘોષણા!

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના નવા જળ સંસાધન અને ઈન્દિરા ગાંધી નહેર પરિયોજના મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવીયાએ ખુરશી સંભાળતાં જ માહી ડેમથી ગુજરાત જતી નર્મદા નદીનું પાણી રોકવાની ઘોષણા કરી દીધી છે. તેમણે કહ્યું કે હવે નર્મદાનું એક ટીપું પાણી ગુજરાત નહીં જવા દઉં. આ 40 ટીએમસી પાણી રોકીને રાજસ્થાનને જ આપવામાં આવશે. જેનાથી ડૂંગરપુર-બાંસવાડાના જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. માલવીયએ પાછલા મંત્રીય ઉદયલાલ આંજનાનું નામ લીધા વિના કહ્યું કે, મારી પહેલાના મંત્રી અને સરકારે શું કર્યું તે મારો વિષય નથી. હું તો મારા સમયે જે જવાબદારી આવી છે તેને પૂરી કરવાની કોશિશ કરીશ.

dam

ગુજરાત જતું 40 ટીએમસી પાણી રોકશે

ઉદયલાલ આંજનાએ સચિવાલયમાં વિધિવત ગણેશ પૂજા અર્ચના કરી કેબિનેટ મંત્રીનું પદ સંભાળ્યું. જેની તરત બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેં પદભાર ગ્રહણ કરતા પહેલાં જ વિભાગના અધિકારીઓની બેઠક લીધી છે. અમે માહી ડેમથી ગુજરાત જતું 40 ટીએમસી પાણી હવે રોકશું. કેમ કે આ સમજૂતી દશકો પહેલા કરવામાં આવી છે કે જ્યારે નર્મદા નદીનું પાણી ગુજરાતના ખેડામાં ચાલ્યું જશે, ત્યારે ગુજરાત સરકાર માહીનું પાણી આપોઆપ છોડી દેશે. વર્ષો પહેલાં નર્મદાનું પાણી ખેડા પહોંચી ચૂક્યું છે. જૂની સમજૂતી મુજબ સરકાર રાજસ્થાનમાં જ તે 40 ટીએમસી પાણી લેશે.

પહેલાવાળા મંત્રી અને સરકારે શું કર્યું તે મારો વિષય નથી

માલવીયએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતથી આવે છે, પરંતુ પાણી હજી સુધી કેમ રોકવામાં નથી આવ્યું તે ચર્ચાનો લાંબો વિષય હશે. કેન્દ્રમાં તેમની સત્તા આવ્યાના દશકા પહેલાથી ગુજરાતમાં નર્મદાનું પાણી જઈ રહ્યું છે. મીડિયાએ જ્યારે પૂછ્યું કે રાજ્યમાં રાજ્યમાં તમારી કોંગ્રેસ સરકાર લાંબા સમયથી રહી છે. હાલની સરકારને પણ 3 વર્ષ થઈ રહ્યાં છે. અત્યાર સુધી ગુજરાત જતું પાણી કેમ ના રોક્યું. જેના પર તેમણે કહ્યું કે પહેલાના મંત્રી અને સરકારે શું કર્યું તે મારો વિષય નથી. હું તો મારી જવાબદારીઓ પૂરી કરી શકું છું.

જણાવી દઈએ કે રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે 10 જાન્યુઆરી 1966ના રોજ સમજૂતી થઈ હતી, જેમાં ગુજરાત સરકારે માહી બાંધના નિર્માણ માટે 55 ટકા લાગતના પૈસા આપ્યા. જેના બદલામાં ગુજરાતને 40 ટીએમસી પાણી આપવા પર સહમતિ થઈ. સાથે જ સમજૂતીની શરત હતી કે જ્યારે નર્મદાનું પાણી ખેડા જિલ્લા સુધી પહોંચી જશે ત્યારે ગુજરાત રાજસ્થાનના માહી બાંધનું પાણી છોડી દેશે. તે પાણીનો ઉપયોગ રાજસ્થાનમાં જ થશે.

English summary
Mahi's single drop water will not go to gujarat says mahendrasih malviya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X