લખીમપુરમાં એક ભયંકર રોડ અકસ્માત, 11 લોકોના મોત
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં રોડ પર ઉભેલી એક ટ્રક સાથે એક વેન ટકરાઈ ગઈ. વેનમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી 11 લોકોના મોત નીપજ્યા છે.
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં રોડ પર ઉભેલી એક ટ્રક સાથે એક વેન ટકરાઈ ગઈ. વેનમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી 11 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે પરંતુ તેમની સ્થિતિ નાજુક બતાવવામાં આવી રહી છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ટાટા મેજિક મુસાફરોને લઈને શાહજહાંપુરથી સીતાપુર જઈ રહી હતી. દુર્ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ઘાયલોને પોલીસે શાહજહાંપુરની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ વ્યક્ત કરી સંવેદના
લખીમપુરના ખીરીમાં થયેલા એક રોડ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિવંગત આત્માઓની શાંતિની કામના કરીને પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ઉપચાર માટે જરુરી દરેક પ્રકારની મદદ કરવા માટે સંલગ્ન અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.












Click it and Unblock the Notifications
