Bihar opposition meeting : માયાવતીને બનાવો વડાપ્રધાન પદના ઉમેદવાર, વિપક્ષી દળોની બેઠક અંગે રાજભર
Bihar opposition meeting : આગાની વર્ષે યોજાનારા લોકસભાની ચૂંટણીને કારણે રાજકારણમાં સતત ગરમાવો રહે છે. તમામ રાષ્ટ્રીય અને મજબુત પ્રાદેશિક પક્ષો આ ચૂંટણીમાં જીતવા અને કેન્દ્રમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માંગે છે.
વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં NDA પણ કમર કસી રહી છે. જે સામે વિપક્ષી એકતાની પણ વાત ચાલી રહી છે. જે અંતર્ગત આજે બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક ચાલી રહી છે. જેમાં દેશની ઘણા મોટા વિપક્ષી પક્ષ ભાગ લઇ રહ્યા છે.

આ બેઠક પર પ્રતિક્રિયા આપતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઓમપ્રકાશ રાજભરે જણાવ્યું હતું કે, આ એક સારી પહેલ છે.
ઓમપ્રકાશ રાજભરે જણાવ્યું હતું કે, બેઠકમાં જે પણ નિર્ણય લેવાય તે પછી બસપા, લોકદળ અને સુભાસ્પા જેવી પાર્ટીઓને સાથે લેવાની પહેલ થવી જોઈએ. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને માયાવતીને મળવું જોઈએ અને તેમને સમજાવવું જોઈએ, જો તેઓ સંમત થાય, તો તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
આ સાથે વિપક્ષી પાર્ટીઓની આ બેઠક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર આવીને સંદેશ આપવા માંગે છે કે, અમે ભાજપ અને વડાપ્રધાન મોદીને પડકાર આપીશું. હું વિપક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે, તમે ગમે તેટલા હાથ પગ પછાડી લો, તમે એકસાથે નહીં આવી શકો અને જો તમે આવશો તો પણ એ નિશ્ચિત છે કે, મોદીજી 2024માં 300 બેઠકો જીતી ફરીથી વડાપ્રધાન બનશે.
#WATCH यह एक अच्छी पहल है। बैठक में जो भी तय होता है उसके बाद बसपा, लोकदल और सुभासपा जैसी पार्टियों को साथ लेने की पहल हो। सभी पार्टियां मिलकर मायावती को समझाएं अगर वे नहीं मानती हैं तो उन्हें प्रधानमंत्री बना लें: विपक्षी दलों की बैठक पर सुभासपा प्रमुख ओम प्रकाश राजभर, लखनऊ pic.twitter.com/AK6a1EHMVM
— ANI_HindiNews (@AHindinews) June 23, 2023












Click it and Unblock the Notifications
