ધર્મસંસદની ગુંજ, મોદી હશે PM તો બનશે રામ મંદિર

લખનૌ, 7 ફેબ્રુઆરીઃ અલ્હાબાદમાં મહાકુંભ દરમિયાન આજે વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)ની આગેવાનીમાં આયોજિત ધર્મસંસદમાં હાજર સાધુ-સંતોએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. ધર્મસંસદમાં મહામંથન બાદ આજે સાધુ-સંત જ્યારે મંચ પર પહોંચ્યા તો નરેન્દ્ર મોદીના નામના સુત્રોચ્ચાર થયા અને મંદિર નિર્માણની વાત પર વજન આપવામાં આવ્યું. આ ધર્મસંસદમાં તમામ જાણીતા સાધુ-સંતો ઉપરાંત ઘણા શંકરાચાર્ય સામેલ છે. સંતોએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઇને એક મુદ્દો ઉઠાવ્યો. સાધુ-સંતોનું કહેવું છે કે મંદિરના નિર્માણને લઇને દેશભરમાં માહોલ બનાવવો પડશે.

modi
સંતોમાં નરેન્દ્ર મોદી પીએમ પદ માટે ઉમેદવાર બનાવવાની વકાલત કરી છે. એક સૂરમાં ધર્મસંસદમાં સામેલ સંતોએ મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવે છે તો હું તેમના માટે જાતે જ પ્રચાર કરીશ. તેમજ ધર્મ સંસદના મંચથી એમ પણ કહેવામાં આવશે મોદી પીએમ બનશે ત્યારે જ રામ મંદિર બનશે.

માલૂમ હોય કે પહેલેથી જ આ વાતની ચર્ચા થઇ રહી હતી કે ધર્મસંસદની બેઠકમાં નરેન્દ્ર મોદી અને મંદિર પર ચર્ચા થઇ શકે છે. સાંસદ યોગી આદિત્યનાથે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે ત્યારે દેશને કલ્યાણ અને રામ મંદિર નિર્માણ થઇ શકશે. આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભગવા ને આતંદવાદ કહેનારાને છોડવામાં નહીં આવે અને બહું જલ્દી ભગવો આખા દેશમાં લહેરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X