For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની છબીને ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચાર કરોઃ મુલાયમસિંહ

By Super
|
Google Oneindia Gujarati News

mulayam singh yadav up
લખનૌ, 13 ઑક્ટોબરઃ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશના મંત્રીઓને સલાહ આપી છે કે, તમે જે કંઇ પણ કરો પરંતુ તેનાથી પાર્ટી અને સરકારની છબી ખરડાવી જોઇએ નહીં. અંગ્રેજી સમાચારપત્ર મેઇલ ટૂડેએ જણાવ્યા અનુસાર, રામ મનોહર લોહિયાન 46મી પૂણ્યતિથિ પર યોજાયેલી પાર્ટીની બેઠકમાં મુલાયમે કહ્યું કે, પૈસા બનાવો, બેઇમાનીથી બનાવો, પરંતુ પાર્ટીના મંત્રી સામે કોઇ આંગળીઓ ઉઠવી જોઇએ નહીં.

તેમણે કહ્યું કે તમે કંઇ ખાઇ લો, કંઇક કમાવી લો, પરંતુ યુવાઓ સાથે પાર્ટી દ્વારા કરવામાં આવેલી મહેનત પર આંચ આવી જોઇએ નહીં. આ પહેલા મુલાયમસિંહેના નાના ભાઇ શિવપાલે કંઇક આવું જ નિવેદન આપ્યું હતું, અને હવે મુલાયમનું આ પ્રકારનું નિવેદન પાર્ટીની માનસિકતા છત્તી કરે છે. શિવપાલે નોકરશાહો ઉપર આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, જો મેહનત કરશે, તે થોડીક ચોરી પણ કરી શકે છે, પરંતુ લૂંટ તો ના કરી શકે.

ત્યારબાદ વિવાદ વધતા શિવપાલે કહ્યું હતું કે તેમણે આ નિવેદન મજાક સ્વરૂપે કર્યું હતું. મામલો બિચકાતા તેમણે પત્રકારોને ધમકી આપી તેમના પર આરોપ ઢોળી દીધો હતો. શિવપાલના આ નિવેદન પર માયાવતીએ કહ્યું હતું કે જો સપા સરકારમાં કંઇક કામ કરાવું હોય છે, તો લોકોએ અધિકારીઓની સેવા કરવી પડે છે. તેમણે કહ્યું હતું કે હવે તેનાથી વધારે ખરાબ શું હોઇ શકે છે, જ્યારે એક મંત્રી જ જનતાને લૂંટવાનો આદેશ આપે છે.

મુલાયમના આ નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કલરાજ મિશ્રનું કહેવું છે કે રામ મનોહર લોહિયાની પૂણ્યતિથિ પર સિંહ દ્વારા આ પ્રકારનું નિવેદન કરવું એ વાતનો નિર્દેશ કરે છે કે તે સમાજવાદી વિચારધારા પર વિશ્વાસ રાખતા નથી. તે માત્ર પૈસા બનાવવા પર વિશ્વાસ મુકે છે. આ પહેલા સમાજવાદી સરકારના પોલીસ ભર્તી અને અનાજ જેવા અનેક ગોટાળાઓ બહાર આવ્યા હતા. જો આ વખતે આ મંત્રીઓને ભ્રષ્ટાચાર કરવાનું કહેવામાં આવે છે, તો તેમાં કોઇ નવી વાત નથી.

English summary
Samajwadi Party (SP) president Mulayam Singh Yadav has called upon ministers in Uttar Pradesh- make money, siphon money, but don't hurt the image of the party and the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X