રાજકીય અસ્પૃશ્યતાને ગુનો ગણવો જોઇએ: અડવાણી

જલંધરમાં હિંદ સમાચાર સમૂહના વિજય કુમાર ચોપડા દ્રારા આયોજીત કરવામાં આવેલા 108મા શહિદ પરિવાર ફંડ વિતરણના સમારંભને સંબોધિત કરતાં અડવાણીએ કહ્યું હતું કે રાજકારણમાં પણ લોકો અસ્પૃશ્યતા રાખે છે. અમે લોકો જ્યારે સાથે બેસીએ છીએ ત્યારે કેટલાક લોકોને મોટી સમસ્યા ઉભી થાય છે. ઘણા લોકોએ મારી સાથે આવું કર્યું છે.
તેમણે કહ્યું હતું કે સમાજમાં અસ્પૃશ્યતાને કાનૂની માન્યતા નથી. અમારા સમાજમાં અસ્પૃશ્યતાને સામાજિક અને કાનૂની અપરાધ માનવામાં આવે છે. આ રીતે દેશમાં રાજકિય અસ્પૃશ્યતાને પણ ગૂનાની શ્રેણીમાં મૂકવો જોઇએ. જો કે કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે તે કયા સંદર્ભે રાજકિય અસ્પૃશ્યતાની વાત કરે છે ત્યારે અડવાણીએ કંઇપણ કહેવાની ના પાડી દિધી હતી.
આ પહેલાં તેમને આતંકવાદ વિરોધી સંઘર્ષમાં વિજય ચોપડા, તેમના શહીદ પિતા લાલા જગત નારાયણ અને શહીદ અગ્રજ રમેશ ચંદરની કલમના માધ્યમ વડે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક એવો મંચ છે જ્યાં રાજકારણ રમાવવું જોઇએ નહી. આ મંચ પર બધા એકસાથે બેસે છે.












Click it and Unblock the Notifications
