ચાલુ ગાડીમાં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાથે થયું દુષ્કર્મ

Written By:
Subscribe to Oneindia News

કેરળ માં જાણીતી સાઉથ ઇન્ડિયન અભિનેત્રી ને બંધક બનાવી ચાલુ ગાડીમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. બળાત્કારીઓએ આ અભિનેત્રીનો વીડિયો પણ બનાવ્યો, જેથી પૈસા માટે તેને બ્લેકમેઇલ કરી શકાય. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, આ ઘટના પાછળ અભિનેત્રીના ડ્રાઇવરનો જ હાથ હતો, તેણે પોતાના સાથીઓ સાથે મળીને આ યોજના પાર પાડી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર, આરોપીઓએ 2 કલાક સુધી અભિનેત્રીને કારમાં બંધક બનાવી રાખી અને 30 કિલોમીટર સુધી ગાડી ફેરવતા રહ્યાં.

rape

પોલીસે જણાવ્યું કે, આ અભિનેત્રીના અપહરણ અને દુષ્કર્મના કેસમાં 7 આરોપીઓને પકડવામાં આવ્યા છે. અભિનેત્રીનો ડ્રાઇવર સુનીલ કુમાર પણ આરોપીઓ સાથે ભળેલો હોવાની શંકા છે. પોલીસે શનિવારે તેની ધરપકડ કરી હતી. અભિનેત્રીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તે શુક્રવારે રાતે લગભગ 9 વાગે શૂટિંગ માટે ત્રિશૂરથી કોચી જવા નીકળી હતી. અલવા પાસે તેની ઓડી કારને એક વાને ટક્કર મારી. કાર ઊભી રહી કે 3-4 લોકો જબરજસ્તી કારમાં ઘૂસી ગયા.

અહીં વાંચો - યુપીઃ ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

લગભગ બે કલાક સુધી તેમણે અભિનેત્રીને બંધક બનાવી રાખી અને કાર ફેરવતા રહ્યાં. આ દરમિયાન તેમણે ખોટું કામ કર્યું અને ફોટો-વીડિયો પણ લીધા. કોચી પાસે તેઓ બીજી વાનમાં બેસી ભાગી નીકળ્યા. ત્યાર બાદ તે અભિનેત્રી ડિરેક્ટરના ઘરે પહોંચી. આરોપીઓએ આ ઘટના અંગે કોઇને જાણ ન કરવાની પણ ધમકી આપી હતી.

English summary
A famous actor from the south Indian film industry was allegedly raped inside her moving Audi on Friday night while she was headed for Kochi from her home in Thrissur.
Please Wait while comments are loading...