Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Malegaon Blast Caseમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત સાતેય આરોપીઓ નિર્દોષ જાહેર

Malegaon Blast Verdict: મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટમાં આજે ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને આર્મી કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 12 લોકો આરોપી છે. આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું કે NIA તમામ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

Malegaon Blast Case

Malegaon Blast Case: ન્યાયાધીશે કહ્યું કે સાધ્વી ચોક્કસપણે બાઇકની માલિક છે, પરંતુ બાઇક તેના કબજામાં હોવાનો કોઈ પુરાવો નથી. ATS અને NIAની ચાર્જશીટમાં ઘણો તફાવત છે. ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બોમ્બ મોટરસાઇકલમાં હતો. પ્રસાદ પુરોહિત સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે બોમ્બ બનાવ્યો અને સપ્લાય કર્યો, બોમ્બ કોણે મૂક્યો તે સાબિત થઈ શક્યું નથી. NIA કોર્ટે માલેગાંવ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે હું બધા આરોપીઓને શંકાનો લાભ આપી રહ્યો છું. આ સાથે, ANI સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે અભિનવ ભારતનું નામ વારંવાર ઉલ્લેખવામાં આવે છે. પ્રસાદ પુરોહિત ટ્રસ્ટી હતા. અજય રાહિરકર ખજાનચી હતા. બંનેના ખાતામાં પૈસાની લેવડદેવડના પુરાવા છે, પરંતુ આ પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થયો ન હતો. પુરોહિતે આ પૈસા બાંધકામના કામ માટે વાપર્યા હતા. કોર્ટે કહ્યું કે ઘટના પછી નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા. પુરાવા દૂષિત થયા છે. ઘટના પછી, સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. કોર્ટે સેના અધિકારી કર્નલ પ્રસાદ પુરોહિત સામે ચાર્જશીટ દાખલ કરતા પહેલા લેવામાં આવેલી મંજૂરી પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

તપાસ એજન્સીઓના મતે, આરોપીઓ પર હિન્દુત્વ પ્રેરિત સંગઠનો દ્વારા સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે વિસ્ફોટ કરવાનો આરોપ છે. સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત, કર્નલ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સમીર કુલકર્ણી, સ્વામી દયાનંદ પાંડે અને સુધાકર ચતુર્વેદી જેવા નામોનો સમાવેશ થાય છે.

માલેગાંવ બ્લાસ્ટ કેસ સુનાવણી

  • 29 સપ્ટેમ્બર, 2008: માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત
  • ઓક્ટોબર, 2008: ATSએ સાધ્વી પ્રજ્ઞા અને ત્યારબાદ પુરોહિતની કરી ધરપકડ
  • જાન્યુઆરી, 2009: ATS દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ
  • એપ્રિલ, 2011: NIAએ કેસ પર સુનાવણી હાથ ધરી
  • 2016: NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી કેટલાક આરોપો રદ કર્યા, પરંતુ મુખ્ય આતંકવાદી આરોપો જાળવી રાખ્યા
  • 2018: 7 આરોપીઓ સામે ઔપચારિક રીતે આરોપો નોંધ્યા
  • 2018-2023: ફરિયાદ પક્ષે 323 સાક્ષીઓની તપાસ કરી; લગભગ 40 સાક્ષીઓએ જુબાની આપી
  • એપ્રિલ, 2025: અંતિમ દલીલો પૂર્ણ. ચુકાદો અનામત

પુરાવાઓ પર વિવાદ

આ કેસમાં કુલ 323 સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતા, જેમાંથી 32 સાક્ષીઓએ પાછળથી પોતાના નિવેદનો બદલ્યા હતા. NIAએ કોર્ટને આરોપીઓને કોઈ છૂટ ન આપવા વિનંતી કરી છે. જોકે, એજન્સીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે બધા આરોપીઓ સામે નક્કર પુરાવા મળ્યા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X