ઈલેક્ટરોલ બોન્ડને લઈને મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પર પ્રહાર

ઈલેક્ટોરલ બોન્ડ રદ્દ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ અને યોજના હેઠળ દાતાઓનો ડેટા ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દાવો કર્યો કે ભાજપ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવશે.

Mallikarjun Kharge

ભાજપ પર ગંભીર આરોપ લગાવતા ખડગેએ કહ્યું કે, કોર્ટે ખુલાસો કર્યો છે કે ભાજપે ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા કેવી રીતે એકત્રિત કર્યા.

ઈલેક્શન કમિશન દ્વારા ચૂંટણી બોન્ડના ડેટા જાહેર કરવામાં આવ્યા પછી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પીએમએ કહ્યું હતું કે... ન તો હું ખાઈશ, ન ખાવા દઈશ. આજે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો છે કે ભાજપે ચૂંટણી બોન્ડમાંથી કેવી રીતે પૈસા મેળવ્યા.

ચૂંટણી પંચે આ અઠવાડિયે ગુરુવારે SBI તરફથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક કરી છે. ECI દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, ડબલ્યુ કેવેન્ટર, ડબલ્યુ. , વેલસ્પન અને સન ફાર્મા જેવી કંપનીઓ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X