Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલ્લિકાર્જુન ખડગેએ વિવાદ છેડ્યો, કહ્યું- આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુ પણ નથી મર્યુ

મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?

નવી દિલ્હી : સાવરકરને લઈને કોંગ્રેસ અને બીજેપી સામસામે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવો વિવાદ છેડ્યો છે. મલ્લિકાર્જૂન ખડગેએ બીજેપી પર મોટા પ્રહાર કર્યા હતા અને વિવાદીત નિવેદન આપ્યુ છે.

Mallikarjun Kharge

બીજેપી પર પર પ્રહાર કરતા કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી, ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાં કોઈ દેશ માટે મર્યુ છે? શું કોઈ બલિદાન આપ્યું છે? નહીં.

મલ્લિકાર્જુન ખડગે આક્રમક જોવા મળ્યા હતા અને તેમણે આગળ કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પ્રાણનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો. અમે આ બધું કર્યું છે. તેમણે દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. અમારા નેતાઓએ પોતાનો જીવ આપ્યો. ભાજપ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષને પૂછ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?

મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, અમે કંઈ પણ બોલીએ તો સવાલ ઉભા કરાય કે અમે દેશદ્રોહી છીએ. જો તે કંઈ પણ કહે તો તે દેશભક્ત છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મિત્રો આ સમયે લોકશાહીની હાલત દયનીય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનના અલવરમાં આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X