કિંગફિશરના કર્મીઓના ચહેરા પર હાસ્ય પાછું લાવ્યા માલ્યા

વિમાન કંપનીના વ્યપસ્થાપકોએ આ પહેલા કહ્યું હતું કે દિવાળી પહેલા કર્મચારીઓને તેમનો બાકી રહેલો પગાર ચુકવી દેવામાં આવશે. ગુરૂવારે વિજય માલ્યા સિવિલ એવિએશન સેક્રેટરી કેએન શ્રીવાસ્તવને મળ્યા હતા અને એરલાઇન સંબંધિત યોજના જણાવી હતી, જેનું લાઇસેન્સ ડીજીસીએ દ્વારા રદ કરવામાં આવ્યું છે.
શ્રીવાસ્ત સાથેની બેઠક બાદ માલ્યાએ કહ્યું છે.'' મે સેક્રેટરી સાથે એરલાઇન અંગેની યોજના વિશે ચર્ચા કરી છે. આ એક વ્યાપક યોજના બની રહેશે. તમામ વિક્ષેપો દૂર થઇ ગયા છે.''












Click it and Unblock the Notifications
