મમતા બેનર્જી જંતર-મંતર પર કોંગ્રેસ વિરૂદ્ધ યોજશે વિરોધ પ્રદર્શન

mamata banerjee
નવી દિલ્હી, 1 ઓક્ટોમ્બર: યૂપીએ સરકારથી નારાજ થઇને છૂટા પડેલ તૃણમૂલ કોંગ્રેસ આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન જોવા મળશે. આજે મમતા બેનર્જી સરકાર વિરૂદ્ધ પ્રજા સમક્ષ ઝેર ઓકવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે વધતા જતા ડીઝલના ભાવ, રાંઘણગેસની મર્યાદા અને એફડીઆઇના રોકાણ વિરૂદ્ધ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નારાજ થઇને યૂપીએ સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે.

રવિવારે મમતા બેનર્જીએ યૂપીએ સરકારના વલણ અંગે કહ્યું હતું કે સરકાર લૂંટ ચલાવી રહી છે તે ભૂલી ગઇ છે કે તેને પ્રજાની પીડા સાથે કોઇ લેવાદેવા નથી. સરાકારે પ્રજાને તડપવા પર મજબૂર કરી દિધી છે. સરકારના સરમુખત્યારશાહી વલણને તે સહન કરશે નહી.

મમતાએ એ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર સંવેદનહીન બની ગઇ છે પરંતુ સરકારના આ પગલાંને રોકવા માટે તે દરેક પ્રકારના પ્રયત્નો કરશે. મમતા બેનર્જી આજે સવારે 11 વાગે પોતાના ઘરેથી જંતર-મંતર પર જવા માટે નિકળશે સાડા અગિયાર વાગે ધરણાનો કાર્યક્રમ શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X