For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પહેલા વધુ એક સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે ભાજપઃ મમતા બેનર્જી

ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ ચૂંટણી તારીખો અંગે વિવાદિત ટિપ્પણી કરી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન બાદ સાત તબક્કામાં ચૂંટણી કરાવવા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ આ અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. મમતા બેનર્જીએ કહ્યુ, 'અમુક પત્રકારોએ મને માહિતી આપી છે કે ભાજપ બીજા હુમલાની તૈયારી કરી રહ્યુ છે, એ કેવો હુમલો હશે, એ નહિ કહુ. એપ્રિલના મહિનામાં કદાચ આ હુમલો થઈ શકે છે.'

‘...જેથી ભાજપ પોતાની યોજના હેઠળ વધુ એક સ્ટ્રાઈક કરાવી શકે'

‘...જેથી ભાજપ પોતાની યોજના હેઠળ વધુ એક સ્ટ્રાઈક કરાવી શકે'

મમતા બેનર્જીએ કહ્યુ કે, ‘આ કારણથી લોકસભા ચૂંટણીને 19 મે સુધી લાંબી ખેંચી રાખી છે કારણકે ભાજપ પોતાની યોજના હેઠળ વધુ એક હુમલો (સ્ટ્રાઈક) કરાવી શકે. મમતા બેનર્જીએ કહ્યુ કે મહેરબાની કરીને મને ખોટી રીતે રજૂ ન કરતા. પરંતુ બંગાળમાં વાતાવરણ ખરાબ કરવુ ભાજપની યોજનાનો એક હિસ્સો છે. ચૂંટણી કમિશન જેવી બંધારણીય સંસ્થા માટે મારા મનમાં સમ્માન છે.' ઉમેદવારોના સવાલ પર તેમણે કહ્યુ કે યાદી મંગળવારે જાહેર કરી દેવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યુ કે તેમનો પક્ષ બધી 42 સીટો પર જીતશે.

બંગાળને બરબાદ કરવાની ભાજપ કરી રહી છે કોશિશઃ મમતા બેનર્જી

બંગાળને બરબાદ કરવાની ભાજપ કરી રહી છે કોશિશઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીના નિવેદન પર ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે પાયાવિહોણા આરોપ લગાવવાની મમતા બેનર્જીની આદત છે. તે હવામાં વાતો કરે છે અને જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો તેમણે બતાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા મમતા બેનર્જીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકી કેમ્પો પર એરફોર્સની એર સ્ટ્રાઈકનુ વિવરણ માંગ્યુ હતુ.

એર સ્ટ્રાઈક વિશે દેશમાં ચાલુ છે રાજકારણ

એર સ્ટ્રાઈક વિશે દેશમાં ચાલુ છે રાજકારણ

પુલવામા હુમલાના 12 દિવસો બાદ ભારતીય વાયુસેનાના મિરાજ-2000 ફાઈટર પ્લેનોએ બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકી છાવણીઓ પર બોમ્બ ફેંક્યા હતા જેમાં ઘણા આતંકી માર્યા ગયા હતા. આ એર સ્ટ્રાઈક બાદ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયુ છે. વિપક્ષી દળ એક તરફ ભાજપ પર એર સ્ટ્રાઈકના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવી રહ્યુ છે તો બીજી તરફ માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા વિશે પણ દેશમાં રાજકારણ ગરમાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ DRDO માં તૈયાર થઈ એવી દવા જે આતંકી હુમલામાં બચાવશે સૈનિકોના જીવઆ પણ વાંચોઃ DRDO માં તૈયાર થઈ એવી દવા જે આતંકી હુમલામાં બચાવશે સૈનિકોના જીવ

English summary
mamata banerjee says, 7 phase polls to destroy bengal and to facilitate another strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X