For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૂચબિહારની ઘટના માટે મમતાએ CRPFને ગણાવી જવાબદાર, કહ્યુ - ગૃહમંત્રીના નિર્દેશ પર થયુ ફાયરિંગ

કૂચબિહારની ઘટના માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીઆરપીએફને જવાબદાર ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનુ મતદાન ચાલુ છે. રાજ્યમાં 44 સીટો માટે મત આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કૂચબિહારના સિતાલકુચીમાં એક પોલિંગ બુથ પર જબરદસ્ત હોબાળો થયો છે જ્યાં બબાલ વચ્ચે ફાયરિંગમાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીઆરપીએફને જવાબદાર ગણાવ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ છે કે સીઆરપીએફે જ 4 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

mamta

અમિત શાહના નિર્દેશ પર થઈ રહ્યુ છે આ બધુઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ 24 પરગનાના હિંગલગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને કહ્યુ કે સિતાલકુચીમાં થયેલી હિંસાના સમાચાર મને મળ્યા છે ત્યાં સીઆરપીએફે આજે 4 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે એક વ્યક્તિનુ મોત સવારે થયુ હતુ. મમતાએ કહ્યુ કે સીઆરપીએફ સાથે મારી કોઈ દુશ્મની નથી પરંતુ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર બંગાળમાં એક ષડયંત્ર હેઠળ આવુ કરવામાં આવી રહ્યુ છે જેનુ પ્રમાણ આજની આ ઘટના છે.

લાઈનમાં ઉભા રહેલા મતદારો પર ચલાવી ગોળીઃ મમતા

મમતા બેનર્જીએ કહ્યુ કે સીઆરપીએફવાળાએ લાઈનમાં ઉભેલા વોટરોને મારી દીધા છે, આટલી હિંમત ક્યાંથી મળી રહી છે? મમતાએ કહ્યુ કે ભાજપ જાણે છે કે તે બંગાળમાં હારી રહી છે માટે વોટરો અને અમારા કાર્યર્તાઓને મારવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ ટીએમસી પર સાધ્યુ નિશાન

તમને જણાવી દઈએ કે કૂચબિહારમાં હિંસાની ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીએમસી પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીએ સિલીગુડીમાં એક રેલીને સંબોધિત કરીને કહ્યુ કે કૂચબિહારમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને જે લોકોના મૃત્યુ થયા છે હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છે. પીએમ મોદીએ કહ્યુ કે આ ઘટના પાછળ ટીએમસીના ગુંડાઓનો હાથ છે અને ભાજપને જે જનસમર્થન મળી રહ્યુ છે તેને જોઈને દીદી ગભરાઈ ગયા છે.

શું થયુ હતુ સિતાલકુચીમાં?

તમને જણાવી દઈએ કે સિતાલકુચીના પોલિગ બુથ 125 પર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ પરસ્પર ભિડાઈ ગયા. આ દરમિયાન ફાયરિંગ પણ થયુ જેમાં 4 લોકોના મોત થઈ ગયા. આ ઘટના વિશે હવે ચૂંટણી પંચે આ બૂથ પર મતદાન સ્થગિત કરી દીધુ છે. સાથે જ ચૂંટણી પંચે બુથના સીઈઓ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યા સુધી રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યુ છે.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી મીટિંગ, કોરોનાની સ્થિતિ પર થઈ ચર્ચાસોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી મીટિંગ, કોરોનાની સ્થિતિ પર થઈ ચર્ચા

English summary
Mamata Banerjee says CRPF has shot dead 4 people in Sitalkuchi Cooch Behar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X