અલ્ટિમેટમ સમય પૂર્ણ, શું નિર્ણય લેશે મમતા બેનર્જી ?

mamata banerjee
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીએ યૂપીએ સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે આજે પૂર્ણ થઇ જાય છે. હવે બધાની નજર એ વાત પર છે મમતા બેનર્જી શું નિર્ણય લેશે? તો બીજી તરફ ભાજપ મમતા બેનર્જીની નારાજગીને દેખાડો કરી રહ્યા હોવાનું કહે છે. ભાજપે કહ્યું છે કે યૂપીએ સરકાર અને મમતા બેનર્જી વચ્ચે ફિક્સિંગ થયું છે.

મમતાના તીખા વલણને જોતાં યૂપીએ સરકાર પોતાનો વલણને કેટલાક અંશે નરમ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સબસિડીવાળા રાંઘણગેસની સંખ્યા વધારીને થોડાક અંશે રાહત આપવાનો વિચાર કરી રહી છે, પરંતુ ડીઝલના ભાવ ઘટવાની સંભાવના ઓછી છે. જો કે નાણામંત્રી પી. ચિદંબરે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર રાંઘણગેસ, ડીઝલ અને એફડીઆઇ મુદ્દે પોતાના નિર્ણયો પર અડગ રહેશે.

કલકત્તામાં તૃણમૂલ નેતા અને કેન્દ્રીય મંત્રી સુલ્તાન અહેમદે કહ્યું છે કે અમારી સમક્ષ ત્રણ વિકલ્પ છે. એક યૂપીએ સરકારમાં પોતાના મંત્રીઓને પાછા બોલાવી લઇએ, સરકારને સમર્થન પાછું ખેંચી લઇએ અથવા મંત્રીઓ ઓફિસમાં હાજરી ન આપે. આગળની રણનીતિ માટે આજે સંસદીય દળની મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ તૃણમૂલના સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીનો ઇરાદો સમર્થન પાછું ખેંચવાનો નથી. પાર્ટી વધુમાં વધુ સરકારમાંથી મંત્રીઓને હટાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X