For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવ વધારાથી મમતા બેનર્જી નારાજ, યોજશે રેલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mamata-benerjee
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ પોતાનું કડક વલણ દાખવતાં ભારત સરકારને કહ્યું છે કે તાત્કાલિક ડીઝલના ભાવવધારાને પાછો ખેંચવામાં આવે નહીંતર ઠીક રહેશે નહીં. ફરી એકવાર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બૂમો પાડી પાડીને ચેતાવણી આપી છે કે તે સરકારના તઘલઘી નિર્ણય સાથે સંમત નથી. શનિવારે મમતા બેનર્જી એક રેલી નીકાળવાના છે.

આ અગાઉ જ્યારે સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે મમતા બેનર્જીએ સરકારને ઠપકો આપ્યો હતો. અને આ ઉપરાંત પોતાના ખાસ પૂર્વ રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદીની ખુરશી છીનવી લીધી હતી. તેનું એક જ કારણ હતું કે તેમના રેલ્વેમંત્રીએ રેલ્વે બજેટમાં રેલ્વેભાડામાં વધારો કર્યો હતો. મમતા બેનર્જીના કારણે જ
સ્લીપર ક્લાસમાં ભાડામાં કરેલા ભાવવધારાને પાછો ખેંચવામાં આવ્યો હતો. ફરી એકવાર મમતા બેનર્જીના ગુસ્સે ભરાયા છે ત્યારે યુપીએ સરકાર દબાણ ઉભું થયું છે. જો કે હાલમાં તો સરકાર ભાવવધારાને પાછો ખેંચવાના મૂડમાં નથી.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના કેબિનેટે આ મોટો નિર્ણય લીધો છે. ડીઝલ પાંચ રૂપિયા મોંધું થયું છે જ્યારે રાંધણગેસ 6 સિલિન્ડર સુધી જ સસ્તુ મળશે. સાતમા સિલિન્ડર માટે બજારભાવ ચૂકવવો પડશે.

English summary
Enough is Enough Manmohan ji said Trinamool Congress chief Mamata Banerjee. She opposed diesel price hike and curb on purchase of subsidized cooking gas cylinders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X