બંગાળમાં મમતા બેનર્જીની આજે તાજપોશી, સૌરભ ગાંગુલી સહિત ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પણ ટીએમસીએ ઝંડો લહેરાવ્યો જેના કારણે મમતા બેનર્જી આજે ત્રીજી વાર રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે.
કોલકત્તાઃ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પણ ટીએમસીએ ઝંડો લહેરાવ્યો જેના કારણે મમતા બેનર્જી આજે ત્રીજી વાર રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ સમારંભ રાજભવનના ટાઉન હૉલમાં સવારે 10.45 વાગે આયોજિત કરવામાં આવશે. જેમાં અમુક ચોક્કસ હસ્તીઓ શામેલ થશે. ત્યારબાદ મમતા બેનર્જી સીધા સચિવાલય જઈને કાર્યભાર સંભાળશે. વળી, બાકીના મંત્રીઓને ગુરુવાર અને શુક્રવારે શપથ અપાવવામાં આવશે.

માહિતી મુજબ મમતા બેનર્જીએ પોતાના રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, લેફ્ટના વિમાન બોસ, સૌરભ ગાંગુલી, ભાજપ નેતા દિલીપ ઘોષને શપથ ગ્રહણ માટે આમંત્રિત કર્યા છે. જો કે આ લોકો કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ તેની પુષ્ટિ થઈ શકી નથી. વળી, મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદ પર આ સતત ત્રીજો કાર્યકાળ છે. તેમણે 2011માં લેફ્ટનો બંગાળમાંથી સફાયો કરી દીધો હતો જે છેલ્લા 34 વર્ષથી સત્તા પર હતા.
ટીએમસીના ખાતામાં કેટલી સીટો?
પશ્ચિમ બંગાળમાં 292 સીટો પર થયેલ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 213 સીટો પર જીત મેળવી છે જ્યારે ભાજપ રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. ભાજપે આ ચૂંટણીમાં 77 સીટો મળી છે. વળી, કોંગ્રેસ-ISFને એક-એક સીટ મળી છે.
ચૂંટણી હાર્યા તો કેવી રીતે બનશે સીએમ?
મમતા બેનર્જીને ભાજપ ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં હરાવી દીધા છે. એવામાં તેઓ હજુ ધારાસભ્ય નથી. નિયમો અનુસાર મુખ્યમંત્રી પદના શપથ લેવાના 6 મહિનાની અંદર તેમણે કોઈને કોઈ સીટથી ધારાસભ્યની ચૂંટણી જીતવી પડશે. જો કે મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય પણ હોઈ શકે છે પરંતુ બંગાળમાં વિધાન પરિષદ છે જ નહિ. જો કે બંગાળની બે સીટો પર હજુ ચૂંટણી બાકી છે એવામાં મમતા બેનર્જી ત્યાંથી લડીને વિધાનસભા પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
