For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'FDI પર મમતાની અવિશ્વાસ પ્રસ્તાવની ઝૂંબેશ સરળ નથી'

|
Google Oneindia Gujarati News

mamta benerjee
કોલકત્તા, 19 નવેમ્બર: રીટેઇલમાં એફડીઆઇ અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકારને આડે હાથે લઇને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સંસદના શિયાળુસત્રમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. સસંદનું શિયાળુ સત્ર ગુરૂવારથી શરૂ થઇ રહ્યું છે.

ભાજપા નેતા મુરલી મનોહર જોશીએ જણાવ્યું કે તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજને ફોન કરીને તેમની પાર્ટી તરફથી લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાની માંગ કરી છે.

જોશીએ જણાવ્યું હતું કે એફડીઆઇનો વિરોધ યોગ્ય છે, પરંતુ જો મમતા અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે તો ત્યારબાદ તેની અસરો માટે પણ તૈયાર રહેવું પડશે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે તૃણમૂલ પાસે પર્યાપ્ત સંખ્યા નથી અને તે અન્ય પક્ષો પર નિર્ભર છે.

તેમણે જણાવ્યું કે જો મમતા આમાં નિષ્ફળ જશે તો સરકાર છ માસ સુધી સુરક્ષિત થઇ જશે, આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાશે નહીં. અને જો પ્રસ્તાવ પારિત થઇ જાય છે અને સરકાર પડી જાય છે તો પણ આપને આગળ માટે વિચારવું પડશે.

જોશીએ જણાવ્યું કે એક વાર સુષમા સ્વરાજ બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર બાદ મુંબઇથી દિલ્હી પાછી આવી જાય ત્યારે રાજગ નેતૃત્વ આ અંગે ચર્ચા-વિચારણા કરશે.

જોકે મમતા માટે એક સારા સમાચાર એ છે કે ભાકપા નેતા ગુરૂદાસ દાસ ગુપ્તાએ કહ્યું કે તેમની પાર્ટી કોઇપણ પક્ષ દ્વારા લાવવામાં આવતા અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપશે. તેમણે એમ પણ કહ્યું કે તૃણમુલને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે 50 સાંસદોનું સમર્થનની જરૂર છે.

તેમણે જણાવ્યું કે જો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ આવશે તો અમે સરકારને બચાવવાની જવાબદારી નહી લઇએ. અને વોકઆઉટ નહી કરીએ અમે સરકારની સામે વોટ કરીશું.

English summary
Mamata Banerjee's plan to move a no-confidence motion against the Manmohan Singh government in the Winter Session of Parliament has been met with wariness by other opposition parties like the Left and the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X