મમતાએ મોદીને આપી ધમકી, હિંમત હોય તો બાંગ્લાદેશીઓને અડીને બતાવે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નંદીગ્રામ, 5 મે: તૃણમૂલ કોંગ્રેસની સુપ્રીમો મમતા બેનર્જીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ધમકી આપતાં ચેતવ્યા હતા કે જો નરેન્દ્ર મોદીમાં હિંમત છે તો બાંગ્લાદેશીને અડીને બતાવે. તેમણે એમપણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની કોઇ લહેર કોઇ રાજ્યમાં નથી. મીડિયા પર પણ નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે મોદી 'લહેર' ફક્ત મીડિયા અને ભાજપની માનસિક ફિતરત છે. મમતા બેનર્જીએ કહ્યું કે 16 મેના રોજ નરેન્દ્ર મોદી પોતાના બોરિયા બિસ્તરા બાંધીને ફરીથી ગુજરાત પરત ફરશે.

શનિવારે મમતા બેનર્જી મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા પૂર્વ મેદિનીપુરમાં જિલ્લાના નંદીગ્રામમાં ચૂંટણી રેલી સંબોધિત કરી રહી હતી. મમતા બેનર્જીએ ત્યારની બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વિરૂદ્ધ નંદીગ્રામમાં જ જમીન સંપાદનના વિરૂદ્ધ પોતાના આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. આ આંદોલનનું બંગાળમાં વામપંથી પાર્ટીઓને સત્તાથી દૂર કરવામાં સૌથી મોટો યોગદાન રહ્યું છે.

mamata-banerjee-narendra-modi-600

મમતા બેનર્જીએ આ રેલીમાં કહ્યું, 'ભાજપ પશ્વિમ બંગાળમાં લોકોને ધર્મ અને જાતિના નામ પર વહેચતી રહી છે. તે 1971ના શરણાર્થીઓને બહાર ફેંકવા માંગે છે. જો એક બંગાળીને પણ ભાજ્પ ટચ કરવાનો પ્રયત્ન કરશે તો હું ચૂપ બેસીસ નહી. સાહસિક હોવું ઠીક છે પરંતુ દુસાહસી હોવું મુર્ખતા છે.' મમતા બેનર્જીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કાગળના વાઘ છે. તેમનો સામનો રોયલ બંગાળ ટાઇગર સાથે થયો નથી. નમો બાબૂ મીડિયામાં ખૂબ ગેસ ભરી રહ્યાં છે.

મમતા બેનર્જીએ રેલીમાં લોકોને કહ્યું કે બંગાળીઓને પહેલાં દેશમાં દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં બેઇજ્જત કર્યા છે. દેશમાં શરણાર્થી ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ હેઠળ રહી રહ્યાં છે. બંગાળમાં હિન્દુ, મુસ્લિમ અને ગેરબંગાળી હળીમળીને સદભવના સાથે રહે છે. તેને કોઇ પણ વહેંચી ન શકે. શારદા સ્કેમ પર વિપક્ષની સીબીઆઇ તપાસની જીદે મમતા બેનર્જીએ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે સીબીઆઇ નંદીગ્રામના લોકોને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામના લોકોએ ન્યાય માટે વીરતાપૂર્વક લડાઇ કરી છે. આ મુદ્દે સીબીઆઇ પાસે તપાસ કરાવવામાં આવી પરંતુ ન્યાય ક્યાં મળ્યો? નંદીગ્રામના કેટલાક લોકો હજુ સુધી ગાયબ છે. આવી સીબીઆઇ તપાસનો કોઇ અર્થ નથી.

English summary
TMC's leader and supremo Mamta Banerjee said if BJP's PM candiadate Narendra Modi dares to touch Bangladeshis then show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X