કેજરીવાલને મળવા આવેલા યુવકે પોતાને લગાવી આગ

આ વ્યક્તિને હાલમાં સારવાર માટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અનુસાર વિજયકુમાર નામની આ વ્યક્તિ અરવિંદ કેજરીવાલને મળવા આવ્યો હતો. પરંતુ થોડીવારમાં તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. ઘટનાસ્થળે હાજર લોકોએ વિજય પર લાગેલી આગને બુજાવી દીધી.
ઘણી ઝહેમત બાદ વિજય પર લાગેલી આગને ઓલવવામાં આવી જોકે આગ ઓલવાતી એ પહેલા વિજય ગંભીર રીતે દાજી ગયો હતો. વિજયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તેની જાણ થઇ શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છેલ્લા 12 દિવસથી અનશન પર બેઠા છે. તેમણે આ ઘટના અંગે હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી. જોકે તેમણે એવો અણસાર આપ્યો છે કે 6 એપ્રિલના રોજ ઐતિહાસિક દિવસ બની રહેશે.












Click it and Unblock the Notifications
