Video: રક્ષામંત્રી રાજનાથ સિંહના કાફલામાં ઘૂસ્યો અજાણ્યો શખ્સ, પીએમ મોદીને મળવાની ઈચ્છા જતાવી
નવી દિલ્હીઃ મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂકી જોવા મળી. દિલ્હીમાં સંસદ ભવન નજીક અચાનક જ એક શખ્સ રાજનાથ સિંહના કાફલા સામે આવી ગયો. તેણે દાવો કર્યો કે તે પીએમ મોદીને મળવા માંગે છે. જે બાદ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. આ ઘટના બની તે સમયે વડાપ્રધાન મોદી દિલ્હીમાં નહોતા.
એક શખ્સ રક્ષા મંત્રીના કાફલા સામે આવી ગયો અને કહેવા લાગ્યો કે પીએમ મોદીને મળવા માંગે છે. સુરક્ષા બળ તેને ઘટનાસ્થળેથી લઈને ચાલ્યા ગયા અને તેને પોલીસ કસ્ટડિમાં મોકલી દીધો. હાલ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જણાવી દઈએ કે પીએમ હાલ ઝારખંડમાં છે જ્યાં તેમણે એક રેલીને સંબોધિત કરી. ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન થનાર છે. જેમાંથી પહેલા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે.
#WATCH Delhi: A man came in front of Defence Minister Rajnath Singh's convoy near Parliament, today. He claimed that he wanted to meet Prime Minister Narendra Modi. He was later detained by the police. pic.twitter.com/yunm3vsVzr
— ANI (@ANI) December 3, 2019
SPG હટ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, તપાસ વિના ઘૂસી આવ્યા 5 લોકો