માલિકની પત્ની સાથે ભાગ્યો ડ્રાઈવર, આંખોમાં એસિડ નાખી બનાવ્યો આંધળો

Posted By:
Subscribe to Oneindia News

પ્રેમ પ્રસંગમાં બિહારનો રુંવાટા ઉભા કરી નાખો તેવો મામલો સામે આવ્યો છે. અહીં માલિકની પત્નીનો તેના જ ડ્રાઈવર સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યારપછી માલિકની પત્ની ડ્રાઈવર સાથે ભાગી ગયી. આ ઘટનાની જાણકારી મળ્યા પછી પ્રેમી ડ્રાઈવરની આંખોમાં એસિડ નાખી દેવામાં આવ્યું જેના કારણે તે આંધળો બની ગયો. આ ઘટના પછી પોલીસે કે આરોપીની ધરપકડ કરી અને તેની વિરુદ્ધ કેસ પણ નોંધી લીધો.

acid attack

ડીએસપી બીકે સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના પીપરા ચોકીની છે. જ્યાં મોડી રાત્રે વ્યક્તિની આંખમાં એસિડ નાખી દેવામાં આવ્યું હતું. જે વ્યક્તિ સાથે કર્મચારીની પત્ની ભાગી હતી તે ડ્રાઈવર છે. આ વ્યક્તિ સમસ્તીપુરનો રહેવાવાળો છે. આ વ્યક્તિને ઘટના પછી ડોકટર પાસે લાવવામાં આવ્યો ત્યારે તેમને જણાવ્યું કે હવે તે કઈ પણ જોઈ શકે નહીં. પોલીસ સામે પીડિતે નિવેદન આપ્યું કે તે બારોલી ગામમાં ટેક્ટર ડ્રાઈવરનું કામ કરતો હતો. તેનું પોતાના માલિકની પત્ની સાથે પ્રેમ પ્રસંગ હતો.

6 ફેબ્રુઆરી દરમિયાન આ પીડિત તેના માલિકની પત્ની સાથે ભાગી ગયો. ત્યારપછી મહિલાના પતિએ તેની પત્નીના અપહરણની ફરિયાદ પોલીસમાં નોંધાવી. પરંતુ 16 ફેબ્રુઆરી દરમિયાન આ મહિલા પાછી આવી ગયી અને કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું કે તેનો પતિને ઘરે પાછો લઇ જાય. પરંતુ આ વાતની જાણકારી નથી મળી કે મહિલા પાછી કેમ આવી અને તેને કોર્ટમાં આવું નિવેદન કેમ આપ્યું.

English summary
Man eloped with employers wife acid thrown in his eye make him blind. Police filed a case against a man.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.