ભારતીય મૂળના એક વ્યક્તિએ એકસાથે ખરીદી 6 રૉલ્સ રૉયસ, વાયરલ થયા ફોટા

હાલમાં બ્રિટનમાં ભારતીય મૂળના રુબેન સિંહ પોતાની નવી રૉલ્સ રૉયસ ગાડીઓ માટે ચર્ચામાં આવી ગયા છે.

કાર માટે લોકો ઘણા સપના સેવતા હોય છે પરંતુ દરેક જણ કરોડોની કાર નથી ખરીદી શકતા. પરંતુ હાલમાં બ્રિટનમાં ભારતીય મૂળના રુબેન સિંહ પોતાની નવી રૉલ્સ રૉયસ ગાડીઓ માટે ચર્ચામાં આવી ગયા છે. વાસ્તવમાં તેમણે 50 કરોડની 6 રૉલ્સ રૉયસ ખરીદી છે. રુબેન સિંહે પોતાના આ છ નવી કારના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા તો લોકો જોઈને દંગ રહી ગયા.

રત્નોના નામ પર રાખ્યા કારના નામ

રુબેન સિંહે પોતાની આ 6 રૉલ્સ રૉયસના નામ ખાસ રત્નોના નામ પર રાખ્યા છે. જે કારનો રંગ જે રત્ન સાથે મેળ ખાતો હોય તેનુ નામ એ રત્ન પર રાખવામાં આવ્યુ છે જેમકે રુબી, એમીરેલ્ડ, સેફાયર વગેરે. રુબેન સિંહ લંડનમાં એક ફાઈનાન્સિયલ કંપની ચલાવે છે અને તેમને રૉલ્સ રૉયસ કારનો ખૂબ શોખ છે.

ગયા વર્ષે આ કારણથી ચર્ચામાં આવ્યા હતા રુબેન

આ એ જ રુબેન સિંહ છે જે ગયા વર્ષે પણ પોતાના રૉલ્સ રૉયસ કલેક્શના કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે તેમણે 7 દિવસ ઓફિસ જવા માટે 7 રૉલ્સ રૉયસ ખરીદી હતી જે તેમની અલગ પાઘડી સાથે મેળ ખાતી હતી. આ દરમિયાન પણ રુબેન સિંહ અને તેમની કારના ફોટા વાયરલ થયા હતા. રુબેન કહે છે કે હજુ તે બીજી પણ રૉલ્સ રૉયસ ખરીદવા વિશે વિચારી રહ્યા છે આ નવી 6 ગાડીઓ રુબેનને ડિલીવર કરવા માટે રૉલ્સ રૉયસના સીઈઓ ટૉર્સટન મુલર પોતે પહોંચ્યા હતા.

બ્રિટિશ બિલ ગેટ્સના નામથી ઓળખાય છે રુબેન

રુબેનની અઢળક સંપત્તિના કારણે તેમને બ્રિટિશ બિલ ગેટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રુબેન ઈંગ્લેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરના અંડર સ્મૉલ બિઝનેસ એન્ડ કમ્પેટિટિવ કાઉન્સિલના સરકારી એડવાઈઝરી પેનલમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત બ્રિટિશ સરકારમાં તે ઘણા પડદા પર રહી ચૂક્યા છે. રૉલ્સ રૉયસના આ કલેક્શન ઉપરાંત રુબેન પાસે બુગાટી વેરોન, પોર્ચ 918 સ્પાઈડર, પાગિની હુઆયારા, લેંબરગિની હુરાકન અને ફરારી એફ12બર્લિનેટા પણ છે. તમને જણાવી દઈએ કે ફરારી12 બર્લિનેટાનું એક જ એડીશન તૈયાર થયુ હતુ અને તે રુબેન સિંહે ખરીદ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X